________________
આ ગ્રંથમાં આવેલા કેટલાક શબ્દોના અર્થ
આ ગ્રંથમાં કેટલાક પરમાત્મવાચક શબ્દો વાપરવામાં આવ્યા છે, તે શબ્દોને આધ્યાત્મિક અર્થ અહીં આપે છે. વાચકોને પણ તે શબ્દોને આ દૃષ્ટિથી અર્થ સમજવા અને સાંપ્રદાયિક કે વ્યક્તિવાચક દષ્ટિથી અર્થ ન કરવા વિનંતી છે. (૧) રામ ઃ મત્તે શેનનો ચરમન–જેમાં યોગીએ રમણતા કરે
છે, તલ્લીન થાય છે તે શુદ્ધ આત્મા. (૨) વિષ્ણુઃ પિતાના જ્ઞાન દ્વારા જે સર્વત્ર વ્યાપે છે તે, સર્વજ્ઞા
પરમાત્મા. (૩) શંકર : જે કલ્યાણ કરનારા છે તે, પરમાત્મા. (૪) રહીમ: જે સર્વ જી પર રહેમ અથવા દયા કરે છે તે. (૫) પારસઃ જે પોતાના સ્વરૂપને સ્પર્શ કરે છે તે. (૬) હરિ : જે પાપને અને તાપને હરવાવાળા છે તે. (૭) મહાદેવઃ રાગ અને દ્વેષરૂપ મëને જેમણે જીત્યા છે તે
મેટા દેવ–મહાદેવ છે. (૮) શિવ ! શિવ એટલે કલ્યાણ જે પિતે કલ્યાણ સ્વરૂપ છે અને
અન્ય જેને પણ કલ્યાણનું નિમિત્ત છે તે. (૯) સુરત ઃ જેઓ રૂડી–ઉત્તમ ગતિને મોક્ષને) પામ્યા છે તે. (૧૦) જિન : વિકારના, કર્મોના અને ઈન્દ્રિયેના જીતનારા તે
જિનપરમાત્મા. (૧૧) નારાયણઃ જે મનુષ્ય ના શરીર)માં રહે છે તે, ચૈતન્ય
સ્વરૂપી આત્મા. (૧૨) શ્રીપતિ : અનંત જ્ઞાનરૂપી લક્ષ્મી(શ્રી)ના પતિ સર્વજ્ઞ
પરમાત્મા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org