________________
એ ૬૨ માર્ગણાનું પણ વર્ગીકરણ કરીને, “સર્વે સંસારી જીવોનો એક-એક વિભાગમાં સમાવેશ થઇ જાય” એ રીતે, તે સર્વેનો (૬૨ માર્ગણાનો) પણ કુલ ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેને શાસ્ત્રમાં “મૂળ માર્ગણા” કહે છે. એટલે મૂળમાર્ગણા કુલ “૧૪” કહી છે. તેના પેટાભેદ કુલ ૬૨ થાય છે.
માર્ગણા)
(૧) ગતિમાર્ગણા :
સુખ-દુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થા (પર્યાય)ની પ્રાપ્તિ થાય છે, તે ગતિ કહેવાય છે. તેનું કારણ ગતિનામકર્મ છે.
.
(1) નરકગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે,
તે નરકગતિ કહેવાય.
(2) તિર્યંચગતિનામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે તિર્યંચગતિ કહેવાય.
(3) મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે મનુષ્યગતિ કહેવાય.
(4) દેવગતિ નામકર્મના ઉદયથી જીવને જે પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે દેવગતિ કહેવાય. (૨) ઇન્દ્રિયમાર્ગણા :
(1) જેનાથી ઠંડી-ગરમી વગેરે સ્પર્શને અનુભવી શકાય છે, તે સ્પર્શનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ એક જ સ્પર્શનેન્દ્રિયવાળો હોય છે, તે એકેન્દ્રિય કહેવાય.
(2) જેનાથી ખાટો-મીઠો વગેરે રસને અનુભવી શકાય છે, તે રસનેન્દ્રિય કહેવાય છે અને જે જીવ બે જ ઇન્દ્રિયવાળો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિયવાળો) હોય છે, તે બેઇન્દ્રિય કહેવાય.
(3) જેનાથી સુગંધ-દુર્ગંધને અનુભવી શકાય છે, તે ઘ્રાણેન્દ્રિય કહેવાય
૧૦