________________
પૂર્વાચાર્યોએ માત્મનું શબ્દની મઝાની વ્યુત્પત્તિ આપી છે. अतति = सततं गच्छति अपरापर पर्यायान् इति आत्मा ।
જે સતત જુદા જુદા પર્યાયોને પ્રાપ્ત કરે છે, તે આત્મદ્રવ્ય... દ્રવ્યનું જુદી જુદી અવસ્થામાં રૂપાંતરિત થવું, તે પર્યાય...
આત્મા ક્યારેક મનુષ્ય-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો કયારેક તિર્યંચ-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો ક્યારેક નરક-પર્યાયને પ્રાપ્ત કરે છે. તો કયારેક દેવ-પર્યાયને પ્રાપ્ત કરે છે. આત્મા ભૂતકાળમાં અનંત-પર્યાયને પામી ચૂક્યો છે. ભાવિમાં અનંતપર્યાયને પામવાનો છે. પણ બધા પર્યાયોમાં આત્મા અનુસૂત છે. એટલે આત્મા દ્રવ્યથી નિત્ય છે. અને પર્યાયથી અનિત્ય છે.
તિર્યંચગતિમાં પણ કેટલાક તિર્યંચો એક જ સ્પર્શેન્દ્રિયવાળા હોય છે. તે પણ પાણી, પૃથ્વી, વનસ્પતિ વગેરે જુદી-જુદી જાતના અને જુદા-જુદા આકારવાળા હોય છે. પાણીમાં પણ ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, વગેરે અનેક જાતનું પાણી હોય છે. એ જ રીતે, પૃથ્વીમાં પણ રત્નો, પારો, સોનુ વગેરે ધાતુ, ખડી, પાષાણ, માટી, મીઠું, ફટકડી, વગેરે અનેક જાતની પૃથ્વી હોય છે. વનસ્પતિમાં પણ કેટલીક સાધારણ વનસ્પતિ હોય છે, કેટલીક પ્રત્યેક વનસ્પતિ હોય છે. સાધારણમાં પણ સેવાળ, પાંચે રંગની ફૂગ, લીલી હળદળ, આદુ, લસણ, બટાટા, ડુંગળી વગેરે અનેક જાતની વનસ્પતિ હોય છે. પ્રત્યેકમાં પણ કાકડી, ભીંડો, તુરીયા વગેરે અનેક જાતની વનસ્પતિ હોય છે.
એ જ રીતે, કેટલાક તિર્યંચો સ્પર્શના અને રસના એ બે જ ઇન્દ્રિયોવાળા હોય છે. તે પણ શંખ, કોડા, અળસીયા, કરમીયા વગેરે અનેક જાતનાં અને અનેક આકારવાળા હોય છે.
કેટલાક તિચો સ્પર્શના, રસના અને ઘાણ એ ત્રણ જ ઈન્દ્રિયવાળા હોય છે. તે પણ જૂ, કીડી, માંકડ, ઇયળ, ઉધઈ વગેરે જુદી-જુદી જાતના અને જુદા જુદા આકારવાળા હોય છે.