Book Title: Bandhhetubhangprakaranam Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra View full book textPage 9
________________ સંભવે છે, માટે ઉપાધ્યાયજી મહારાજે જો તુ સાથે એમ કહ્યું જણાય છે. અને છતાં, પિતાની આ વાતને પૂર્વાચાર્યોના કથનથી વિપરીત કઈ કહી દે તે અગાઉ જ, તેઓ સ્વયં નrઅઘિાઇ ને ટાંકીને પૂર્વાચાર્યોની વાત સાથે પોતાના વિધાનની સંગીત અને સાપેક્ષતા છતી કરી આપે છે. આ પ્રશ્નની આ રીતની ચર્ચા પંચસંગ્રહની વૃત્તિઓમાં જોવા મળી નથી, તે સેંધવું જોઈએ. (અન્યત્ર ક્યાંય હોય તો ખબર નથી). ૮ થી ૧૪ આયમાં એક બીજો સવાલ ઊભે કર્યો છે. તીર્થકર નામકર્મના બંધમાં સમ્યક્ત્વ અને આહારકદ્વિકના બંધમાં સંયમ હેતુ છે એ વાતમાં કોઈ કે આપત્તિ ઊભી કરી છે કે સમ્યફત્વના ત્રણ મુખ્ય ભેદો પૈકી, જે ઔપશમિક સમ્યકત્વ જિનનામબધહેતુ હોય તો, ૧૧મે ગુણઠાણે પણ તે બંધાવું જોઈએ; ક્ષાયિક સમ્યક્ત્વ જે બંધહેતું હોય તે સિદ્ધ ભગવાનને પણ જિનનામ બંધાવું જોઈએ, ને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ જે બંધનું કારણ હાય, તે આઠમા ગુણઠાણાના પહેલા જ ભાગે જિનનામને બંધવિ છેદ થઈ જવો જોઈએ. જ્યારે તમે તો પશમ સમ્યક્ત્વનો વિચ્છેદ આઠમાના પ્રથમ ભાગે માને છે, ને જિનનામને બંધવિચ્છેદ આઠમાના છઠ્ઠા ભાગે થવાનું સ્વીકારો છે, અને એ, ઉપર કહ્યું તેમ, બરાબર નથી. સાર એ કે સમ્યકત્વ-કઈ પણ જાતનું જિનનામના બંધનું કારણ બની શકે નહિ. એ જ રીતે સંયમ પણ આહારકદ્વિકના બંધનું કારણ નહિ બની શકે. કેમકે જે સામાન્યતઃ સંયમ જ તેના બંધમાં કારણ હોય તો છ ગુણઠાણે પણ તેનો બંધ થ જોઈએ, અને અપ્રમત્ત સંયમ તો છે, ત્યાં પણ આહારકદ્ધિક બંધાવું જોઈએ. તેમ થતું તો નથી. આ જિજ્ઞાસાનું સમાધાન કરતાં કર્તા ૧૪મા પદ્યમાં સમજાવે છે કે ભાઈ, આ ત્રણ પ્રકૃતિના પણ ખરા બંધહેતુઓ તે કષાય છે, અર્થાત્ કષાયવિશેષે જ છે. સમ્યક્ત્વ ને સંયમ તો માત્ર તેમાં સહકારી કારણરૂપે જ ભાગ ભજવે છે. અને આ કષાયવિશે ક્રમશઃ ચેથા અને સાતમા ગુણસ્થાનકથી લઈને અપૂર્વકરણના છઠ્ઠા ભાગથી પૂર્વલી કે છઠ્ઠા ભાગ સુધીની જ સ્થિતિમાં વતે છે, એટલે તેટલા ગાળામાં યથાયેગ્યપણે આ ત્રણ કર્મો બંધાઈ શકે છે, અન્યત્ર કે અન્યથા નહિ. આ જ વાતને વિશદ કરતાં ૧૭ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56