Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra

View full book text
Previous | Next

Page 14
________________ (૧૦) મિશ્ર ગુણસ્થાનકમાં બંધહેતુની વિચારણા ચાલી, ત્યારે એમાં આરંભમાં જ અંક સ્થાપના કરી છે, એ અંકે મૂળ પ્રતિમાં ૨૦૪ ૨ ૨ ૧ ૬ એમ પંક્તિબદ્ધ નથી, પરંતુ ૦ જ જ ક જ આમ ઊભી લીટીમાં છે. તેથી એ પૃષ્ઠની–લખાણની ચાર પંક્તિઓ માં, લખાણમાં ભંગ પાડે તે રીતે આ અકે લેખકે લખ્યા છે. આવું જ પૃ. ૧૭ માં આવતી અંકસ્થાપનાનું પણ સમજવું. આ ગ્રંથની શોધને ઈતિહાસ પ્રસ્તુત વધતુમાજનr એ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની કૃતિ છે, એવું શોધવાને અને સિદ્ધ કરવાને સૌ પ્રથમ યશ પ. પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને ફાળે જાય છે, એ અહીં સહર્ષ નોંધવું જોઈએ. ઘણું કરીને વિ.સં. ૨૦૨૧-૨૨ માં, ખંભાતના શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના ગ્રંથભંડારમાંની અપ્રગટ કે વિરલ એવી ૬૫ હસ્તપ્રતિઓ તરફ તેઓનું ધ્યાન ગયું. તેમણે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજ પાસે તે પ્રતિઓની માગ કરતાં તેઓશ્રીએ પણ સૌહાર્દપૂર્વક તે પ્રતિઓ મોકલાવી આપી. તે તમામ પ્રતિઓની શ્રી આગમપ્રભાકરજી મહારાજે માઈક્રોફિલ્મ લેવરાવી. તે પ્રસંગે આ પ્રતિ તરફ તેઓનું ધ્યાન વિશેષરૂપે ખેંચાયું–તેના આરંભના છે થી શરૂ થતા કલેકને કારણે. પછી તેમણે તે પ્રતિનું અંતિમ પૃષ્ઠ જોતાં, તેમાં ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે લખેલ એક પબ્લિકાકલેક, જેના ઉપર કાળી મરીનો કૂચો ફેરવવામાં આવ્યો હોવા છતાં, બારીકીથી નિહાળતાં તેના હસ્વ રુ, દીર્ઘ છું તથા કાના–માત્રા વગેરેની લંબાઈ વગેરેને કારણે તે સ્વયં ઉપાધ્યાયજી મહારાજના જ હસ્તાક્ષર હોવાનું તેમની અનુભવી નજરે શોધી કાઢ્યું. વધુમાં તે કલેક પણ તેમની પાસેની ઉપાધ્યાયજી-કૃત ગ્રંથની અન્યાન્ય પ્રતિઓમાં આ જ રીતે ઉપાધ્યાયજી મહારાજના સ્વહસ્તે લખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56