Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra

View full book text
Previous | Next

Page 11
________________ (૭) એમ જુદી જુદી–પરસ્પર વિરુદ્ધ વાત આવતાં જ મૂંઝવણ સજઈઃ એકવાર કહેવું કે બધનું કારણ ન બની શકે; કેમ કે મેક્ષનું કારણ છે, ને પછી તરત જ કહેવું કે આ ત્રણ કર્મોના બંધ હેતુ બનવું એ સમ્યકત્વ ને સંયમની વિશેષતા છે; આ કેવી અસંગત વાત છે ! આનું સરસ સમાધાન આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે નયના ભેદે વિધાનભેદ થવે, એ કોઈ દોષ નથી. એક જ વિધાનને જુદા જુદા નની નજરે જોઈએ, તો તેમાં જુદી જુદી નયાપેક્ષાએ જુદા જુદા અર્થો નીકળી શકે છે, તેથી એને દોષ ન કહેવાય. આ વાતના સમર્થનમાં ઉપાધ્યાયજી મહારાજ મજાનો દાખલ આપે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્થવિરોને–સંતાનીય શિવ્યાને ધર્મસ્વરૂપ પૂછતાં તેમણે ચાતુર્યામ વગેરે પ્રકારના જુદા ધર્મનું પ્રતિપાદન કર્યું હોય (ને મહાવીર પ્રભુના માર્ગના સ્થવિરે પંચયામ પ્રકારના પ્રતિક્રમણ ધર્મનું પ્રરૂપણ કરશે), તો તેથી જેમ વ્યાહ કરવાને નથી; બલકે અપેક્ષાભેદે એ પણ મોક્ષમાગજ છે એમ સમજી એ છીએ, તે જ પ્રકારે અહી પણ નભેદે નિરૂપણભેદ થાય તેમાં વ્યાહ કરવાને નથી. (ઘાäરાથવિવિઘાનાં ઉમેર ga” એ વાકયનો અહીં કરેલ અથ અગ્ય હોય તો તજજ્ઞો સાચા અથ પ્રત્યે ધ્યાન દોરે એવી વિજ્ઞપ્તિ છે.) ર૯ મી કારિકામાં વળી તદ્દન નવી-જુદી જ વાત આવે છે. એમાં કહ્યું કે કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે તો યુગમાં જ તરતમભાવને કારણે કાંઈક વિશેષતા આવે છે, જેને લીધે જિનનામકર્માદિ પ્રકૃતિઓ બંધાય છે. અને એ ગવિશેષને લીધે આ કર્મો બંધાવારૂપ ફળવિશેષ પ્રાપ્ત થતું હોવાથી જ યુગમાં તજનક તારતમ્ય કે વિશેષતા હોવાનું સિદ્ધ થાય છે. આ ૨૯ મી કરિકામાં ચોથા ચરણમાં “વરનuસ્તક” એમ મૂળ આદશમાં વાંચવા મળે છે. અહીં એક માત્રા (અક્ષર) ખૂટતી હોવાથી કિ અવ્યય ઉમેર્યો તો છે, પરંતુ તે સ્થાને ન દ ને બદલે હોય તો વધુ ઉચિત ને મને રમ લાગે છે, ને અથધ્વનિને પકડવા માટે પણ નનુ વિશેષ અગત્યને જણાય છે. આથી દિ () માં મૂક્યા પછી પ્રશ્નચિહ્ન મૂકયું છે; નિર્ણય થઈ શક્યો નથી. વસ્તુતઃ આ કારિકાનો વિશદ અથ હજી સમજ જરૂરી લાગે છે. ઉપાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56