Book Title: Bandhhetubhangprakaranam
Author(s): Yashovijay Upadhyay, Shilchandrasuri
Publisher: Yashobhadra Shubhankar Gyanshala Godhra
View full book text
________________
(૬)
પદ્યમાં કહે છે કે, એ કષાયવિશેષ સમ્યક્ત્વાનુગત બનીને, સલ જગતનો ઉદ્ધાર કરવાની વાસનાથી વાસિત બન્યા થકા પ્રશસ્ત બને, અને તેથી તે જિનનામ–બંધમાં કારણરૂપ બની જાય.
આ પછી ૧૮ થી ૨૨ ગાથાઓમાં જિનનામ કેણ / કયારે બાંધે તેનું, તથા ગણધર અને મુંડકેવળી કેણ બને, કેવી ભાવનાથી બને, તેનું સ્વરૂપ નિરૂપ્યું છે.
આ બધું શકા-સમાધાન-નિરૂપણ તે પંચસંગ્રહ-વૃત્તિમાં પણ મળે છે. પરંતુ ૨૩ મી આર્યામાં ઉપાધ્યાયજી મહારાજ નવી જ વાત લાવ્યા છે, ને એ આ :પ્રણિધિ, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચેય આશયેની શુદ્ધિના માધ્યમથી ચારિત્રની શુધ્ધતા સાધવા દ્વારા થયેલા એટલે કે શુધ્ધ કે પ્રશસ્ત બનેલા કષાયવિશેષ આહારકદ્વિકના બંધમાં કારણ બને છે.
આ પછી વધુ એકવાર ઉપાધ્યાયજીની નયવિવેક દષ્ટિને ચમકારો આવે છે. ૨૪ મા પદ્યમાં સવાલ આવ્યો કે ભલા, સમ્યકત્વ અને સંયમ પણ જે કષાયસહગત હોય તો જ જિનનામાદિના બંધમાં હેતુ બને, એકલાં-સ્વતંત્રરૂપે ન બની શકે, તો એ બને ગુણોએ શેા અપરાધ કર્યો કે એમને સ્વતંત્ર કારણું બનવાની સ્વતંત્રતા નથી મળતી?
આનો જવાબ વાળતાં ૨૫ મા પદ્યમાં ઉપાધ્યાયજી મહારાજ કહી દે છે કે ભાઈ નિશ્ચયનય–દષ્ટિએ જોઈએ તો સમ્યક્ત્વ ને સંયમ કદી બંધનાં હેતુ બની જ ન શકે, એ બે તે મેક્ષનાં હેતુ છે ! ને તેથી જ જિનનામ–આહારદ્ધિકના બંધહેતલેખે કષાયોને મૂક્યા છે, આ બેને નહિ. (મોક્ષના હેતુ હોય તે બંધના હિત કેવી રીતે બને?) અને છતાં સામાન્યતઃ સમ્યક્ત્વને જિનનામના અને સંયમને આહારદિકના બંધમાં કારણ તે મનાય છે તેનું શું ? આનો ખુલાસો આપતાં જણાવ્યું કે એ તો વ્યવહારનયદષ્ટિએ સમજવું જોઈએ. જેમ, બાળે છે અગ્નિ, છતાં કેઈ કહે કે ઘી બળે છે, તો તે વ્યવહારૂ–ઔપચારિક પ્રવેગ ગણાય, તેવું અહીં આ બેના સંબંધમાં પણ સમજવું જોઈએ; અલબત્ત, આ દષ્ટિ શુદ્ધનયાનુગ્રહીત વ્યવહારનયની છે. અને આ નય તો આ ત્રણ પ્રકૃતિઓનો બંધ કરાવી દે. એ સમ્યક્ત્વ અને સંયમનો અતિશય છે, એમ સમજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org