Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ આત્માગમ-અનંતરાગમ–પરંપરાગમ તીર્થંકર પરમાત્માએ સ્વયમેવ દેશના આપી. તેઓ પાસે અંતરમાં જ્ઞાન અથાગ પડયું છે, જેથી તેમને આત્માગમની ઉપમા આપી, અને કેવળજ્ઞાન બાદ જે દેશના આપી તે દેશના ગણધર ભગવતેએ સૂત્રમાં ગુંથી તેને અનંતરાગમ કહેવાય છે. અને ગણધરો પાસેથી પરંપરામાં ગુરૂભગવંતે પાસે આગમ આવ્યું તેને પરંપરાગમ કહેવાય છે. જેનદર્શન–સર્વદર્શનમાં શિરેમણિ છે. અને જેઓ જૈનદર્શનને આગમ દ્વારા યથાર્થ સ્વરૂપમાં જાણે છે. તેઓ સ્વ-પર ઉભય પક્ષે આત્મકલ્યાણ કરવામાં સમર્થ થઈ શકે છે. પિસ્તાલીસ આગમને સાર ઘણું ખર ગ્રન્થોમાં વહેચાયેલો છે. તેવા ગ્રન્થને મૂળ પિસ્તાલીસ આગમના પેટા-ગ્રથો જ ગણવા રહ્યાં–તેમાં પ્રકાશ તે જેનાગને જ છે. આમપ્રબોધ ગ્રન્થ : આ ગ્રન્થના પ્રણેતા પરમોપકારિ પૂર્વના મહર્ષિ આચાર્ય શ્રીમવિજયજિનલાભસૂરિજી મ. છે. જેઓએ આ ગ્રન્થમાં ચાર પ્રકાશ મૂક્યા છે. જેમાં પ્રથમ પ્રકાશનું નામ સફ નિર્ણય રાખ્યું છે, આ પ્રકાશમાં સમ્યફવનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજો પ્રકાશ દેશવિરતિ નામે છે. આ પ્રકાશમાં ગૃહસ્થના માટે વિશિષ્ટ માર્ગ બતલાવ્યો છે. ત્રીજા પ્રકાશમાં સર્વવિરતિનું સ્વરૂપ સમજાવ્યું છે. અને ચોથા પ્રકાશમાં પરમાત્માનું સ્વરૂપ જણાવ્યું છે. એમ ચારે પ્રકાશેથી આ ગ્રન્થનો પ્રભાવ વધી જાય છે. આ ગ્રન્થનું પ્રકાશન આ પૂર્વે ભાવનગરમાં રહેલી શ્રી જેને આત્માનંદ સભાએ કર્યું હતું તે રીતે જ એક જ્ઞાનભક્તિના હેતુથી અને આ ગ્રન્થની ઉપયોગીતાને ધ્યાનમાં લઈ પં. શ્રી દાનવિજયજી મ. એ યોગ્ય પ્રયાસ કર્યો છે. લોકે આ પ્રયાસને સહર્ષ વધાવી લેશે એવી શ્રદ્ધા છે. આ ગ્રન્થને પ્રકાશિત કરવામાં શ્રી જેને આત્માનંદ સભાના કાર્યકર્તાઓએ ઉદારતા દાખવી તેમજ દ્રવ્ય સહાયમાં શ્રી હઠીસિંગ કેસરસિગ દ્રસ્ટ અમદાવાદ, તથા પાંજરાપોળ જૈન સંઘ, શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી–સુરેન્દ્રનગર જૈનસંઘ તેમજ જે જે મહાનુભાવોએ લાભ લીધો છે. તે અનુમોદનીય છે. આ ગ્રન્થ પરમ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી દાનવિજયજી મ. એ સં. ૨૦૪૨ માં અમદાવાદ પાંજરાપોળ મુકામે ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં વાંચન કર્યા બાદ તેઓશ્રીએ આ ગ્રન્થના પુનઃ પ્રકાશન માટે ત્યાંના સંઘ સમક્ષ પ્રેરણા કરી અને તે સ્વીકારવામાં આવી અને એ રીતે આ ગ્રન્થ તૈયાર થયે તે અનમેદનીય છે. આ ગ્રન્થમાં પ્રુફ સંશોધનમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મ. સા. ને અનુમોદનીય સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમને ઉપકાર ભૂલાય તેવું નથી. અમદાવાદ પાંજરાપોળ ન્યુ માર્કેટમાં આવેલ ભરત પ્રિન્ટરીના માલિક શ્રી યુત કાંતીલાલ ડી. શાહે આ ગ્રંથનું પ્રિન્ટીંગ–બાઈન્ડીંગ સુંદર અને આકર્ષક કરી આપેલ છે. જેથી તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. આત્મપ્રબોધ ગ્રન્થ સહુ કોઈને ઘણું જ ઉપયોગી હોવાથી પુનઃ પ્રકાશિત કરતા આનંદ અનુભવીએ છીએ. શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ-સુરેન્દ્રનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 408