Book Title: Atmanand Prakash Pustak 072 Ank 05 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીર જન્મકલ્યાણક પૂજા આનંદ હો, આનંદ હો, આનંદ હો, આજે ક્ષત્રીય કુંડ નગરીની ધરતી સુંગધથી મહેકી ઉઠી છે. રાજા સિદ્ધાર્થના રાજમહેલની અટારી પાસે જાણે માનવસાગર ઉછળતું હોય તેવી રીતે લકવૃંદ આજે ઉછળી રહ્યું છે સંભળાઈ રહ્યા છે. શરણાઇના સુર નેબતના ધણધણાટ, મૃદંગના મીડા સફેદ અને દર્દીના મધુર રણકાર. દિશાઓ ગાજી ઉઠી છે! અવનિ ડોલી ઉઠી છે ! રાજમહેલની અટારીમાં એક માનવી મરક મરક હસી રહેલ છે એના હાસ્યમાં જાણે દિવ્ય સંગીત ભર્યું છે. એના હાસ્યમાં જાણે સંસારને કેરી ખાતી આધિ, વ્યાધિ અને ઉપાધીના અંતની આગાહી ભરી છે. પુષ્પ વૃષ્ટિથી ધરતી વિધ વિધ રંગે રંગાઈ રહી છે. મંદ મંદ વહેતા સમીરથી પુષે નાચી ઉઠયાં છે. ત્યાં આકાશમાં એક વાદળી હરખભેર દેડતી ધરતી ઉપર પિતાના હર્ષાશ્રુ વરસાવતી ચાલી ગઈ. રાજ મહેલની અટારીમાં હસી રહેલ કેણ હશે આ માનવી? કેણ હશે આ માનવી જેના હા માનવીને અંતરને લાવ્યા ? આ છે. પુત્ર વર્ધમાનના પિતા સિદ્ધાર્થ ! રાજ મહેલનાં અંદર ભાગમાં સ્ફટિક જડેલા ચેકની મધ્યમાં રત્ન જડીત સ્વસ્તિકના બરાબર મધ્ય ભાગમાં ધુપ દાનમાંથી સુંગધની સેર છૂટી રહી છે. નુપૂર ઝંકાર અને તાલીઓના તાલ વચ્ચે છપ્પન કુમારીકાના કંઠમાંથી કેઈ અપૂર્વ અદ્ભુત સંગીત ગુંજી ઉઠ્યું છે. ચેસા ઈન્દ્રના રત્ન જડિત મુગટની તેજ ધારાથી રાજમહેલ ઝળહળી રહ્યો છે, ત્યાં રાજ મહેલના એક ખંડમાંથી મધુર ગુંજન સંભળાઈ રહ્યાં છે હીરની દેરીથી ઝુલાને કેઈ ઝુલાવી રહ્યું છે. આ ઝુલતા પારણીયામાં તેજ પીંડ સમુ એક બાળક ખૂલી રહ્યું છે. આ પારણીયામાં ઝુલી રહ્યો છે ત્રિલેકને નાથ ! આ પારણીયામાં ઝુલી રહી છે સંસારની શાંતિ ! આ પારણીયામાં ઝુલી રહ્યો છે વરેને વીર ! આ પારણીયામાં ઝુલી રહ્યો છે માનવીને મંગલ ધર્મ ! કેણુ આ ઝુલાને ઝુલાવી રહેલ હશે! કોણ આ ઝુલાને ઝુલાવનાર માતા હશે! શ્રી વીર જન્મકલ્યાણક] For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54