________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉચ્ચ પદે હતા, ત્યારના પિતાના એક બે અંગત પ્રસંગોને વર્ણવી તેમની કાર્યદક્ષતા, કાર્યનિષ્ઠા અને સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. શ્રી કાજી સાહેબ તથા શ્રી ફાટક સાહેબે યુનિ.ની સિન્ડિકેટમાં, એકેડેમિક કમિટીમાં તથા વિધવિધ સમિતિઓમાં પોતાના બળા અનુભવના આધારે આપેલા પ્રદાનની પ્રશંસા કરી હતી. આપણી સભાના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ મહેતાએ શ્રી જૈન આત્માનંદ સભાના પ્રમુખ તરીકે તથા અન્ય જૈન સંસ્થાઓમાં રહી જૈન સમાજની જે સેવાઓ કરી છે. તેનો પ્રશંસાયુક્ત ઉલ્લેખ કર્યો હતો. આચાર્યશ્રી ન્મેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં મુ. શાહ સાહેબનાં સ્મરણેને તાજાં કર્યા હતાં. ગીતાને નિષ્કામ કર્મવેગ પિતાના જીવનમાં ઉતારનાર શ્રી શાહ સાહેબે વર્ષ સુધી વિના વેતને તદન માનદ્ રીતે આ કોલેજની રચના અને પ્રગતિમાં તેમજ યુનિ.ની વિવિધ સમિતિઓમાં કરેલા કાર્યને તેમણે બિરદાવ્યું હતું. શાહ સાહેબના માનવીય ગુણે, નિઃસ્વાર્થ સેવા, પરોપકારી સ્વભાવ, નિરભિમાનતા, નિઃસ્પૃહતા વગેરેના પણ સૌ વક્તાઓએ ખાસ ઉલ્લેખ કર્યા હતા.
આ નિમિત્તે તૈયાર થયેલા તૈલચિત્રનું અનાવરણ અતિથિવિશેષ શ્રી ચીમનલાલભાઈએ કર્યું હતું. સન્માનપત્ર પ્રા. રજનીકાંત જેપીએ વાંચ્યું હતું. તે સુંદર હરતાક્ષરમાં લખાયેલું અને કલાત્મક સ્ટેન્ડમાં ગોઠવેલું શ્રી શાહેસાહેબને અધ્યક્ષશ્રી યશવંતભાઈ શુકલે એનાયત કર્યું હતું. આ બંનેએ પિતાનાં પ્રવચનામાં શ્રી શાહ સાહેબની નિઃરવાર્થ સેવાઓને અંજલિ આપી હતી. કોલેજના “દક્ષિણા ' વાર્ષિકના આચાર્ય કે. સી. શાહ ખાસ અંક ની પ્રકાશન વિધિ તથા આચાર્ય ખીમચંદ ચાંપશી શાહ ફેલોશીપની જાહેરાત કરી તે માટેની રકમની અર્પણ વિધિ ભાત બી. કેળ. મંડળના પ્રમુખ શેઠશ્રી ભોગીલાલભાઈએ કરી હતી. તેમના પ્રવચનમાં તેમણે શાસાહેબની જૈન સમાજની સેવાઓને ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “શ્રી ખીમચંદભાઈએ આ કોલેજ ઉપરાંત જૈન સમાજની પણ સારી સેવા કરી છે તેને માટે ઉલ્લેખ કર જોઈએ. જૈન સમાજ માત્ર ધનને ઉપાસક જ નથી, વિદ્યાને પણ ઉપાસક છે. જૈન આત્માનંદ સભાનો વહીવટ શ્રી ખીમચંદભાઈ કેવી ઉત્તમ રીતે કરી રહ્યા છે તેની તે સૌને ખબર હશે.”
- શ્રી શાહ સાહેબે ગદ્દગદ કંઠે પિતાની લાગણી વ્યક્ત કરેલી. તેમણે કહ્યું કે મેં જે કાંઈ કરેલું છે તે કોઈના ઉપર ઉપકાર કરવાની દૃષ્ટિથી નહીં, બીજાનું ભલું કરવાના હેતુથી નહીં પણ મારે આ માના આનંદ ખાતર કર્યું છે તેમાં આભાર કે કોઈપણ જાતના વળતરની અપેક્ષા હોઈ શકે નહીં. “ મેં સાધારણ એવું જે કાર્ય કર્યું છે તેને આપે બહુ મોટું સ્વરૂપ આપી દીધું છે તેમ હું માનું છું. આ કાર્ય પણ હું મારા મિત્ર, સહકાર્ય કરે અને યુનિ.ના અધિકારીઓના સહકારથી કરી શકો છું. તે સર્વેને હું આ પ્રસંગે આભાર માનું છું.”
કોલેજ વિદ્યાર્થિની મંડળના મહામંત્રી કુ. રંજનબેન પટેલે આભાર વિધિ કર્યા બાદ સમારંભની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગ નિમિત્તે કોલેજની વિદ્યાર્થીનીઓએ આવેલા મહેમાનોના મનોરંજન અર્થે એક સુંદર મનોરંજન કાર્યક્રમ રાત્રિના સાડા સાત વાગ્યે ગોઠવ્યા હતા તથા ત્યારબાદ મહેમાનોની સાથે નાને પણ સુંદર ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતે.
સન્માન સમારંભ
For Private And Personal Use Only