Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર શ્રી આત્માનંદ પ્રકાશ ગમે તે રીતે તેને કઈને કઈ સારે સમાગમ આવી મળે છે. જુનાગઢના શ્રાવક સમુદાય–તેમજ અન્ય જૈનેતરને કોઈપણ પ્રકારનો લાભ લેવા સરજેલ કે આ વર્ષે શુભ ગ મળી આવ્યો છે. જે વાત સ્વપ્નમાં પણ બનવી મુશ્કેલ તે અનુભવમાં આવી મળે એથી વધારે શુભકર્મ–પુણ્યને ઉદય બીજો કયે સમજ કેળવણીના સાચા હિમાયતી-સમાજની ઉચ્ચ સ્થિતિના અભિલાષી–નિરંતર તેવાજ પ્રયાસમાં મગ્ર એવા નામથી અને કામથી વલ્લભ-મરહુમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના વડીલ શિષ્ય-મુનિ મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી તેઓના સુશિષ્ય-મુનિમહારાજ શ્રી હર્ષવિજયજીના સુપ્રસિદ્ધ શિષ્ય-વિદ્વદ્રત્નપ્રસિદ્ધ વક્તા-મુનિરાજ શ્રી વલ્લભવિજયજી-સુંબઈમાં બે ચોમાસાં કરી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ્રગતિમાં લાવી સુરતમાં ચોમાસું કરી જૈન વનિતાવિશ્રામની શરૂઆત કરાવી ચોમાસા બાદ સુરતથી વિહાર કરી અનુક્રમે ગામે ગામ પોતાની અમૃતમય વાણીનો લાભ આપતા વિચરતા વિચરતા શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી ઘણા સમયની બાળબ્રહ્મચારી પ્રભુશ્રી નેમિનાથ સ્વામીને ભેટવાની પિતાની ઉત્કંઠા પૂરી કરવા અત્રે જુનાગઢ સ્થળમાં પધાર્યા. જુનાગઢના જૈન સમુદાયની ઘણા સમયથી મહારાજ પધારવાના છે એવી ઈચ્છા-પૂરી થઈ. ખુશીને આવેશમાં યથાયોગ્ય ભક્તિદ્વારા સામૈયાથી મહારાજશ્રીને નગરમાં પ્રવેશ કરાવ્યું તે વખતનો જે કાંઈ ઉત્સાહ હતો ખરૂં કહે વામાં આવે તે તેજ ફળીભૂત થયે નજરે આવે છે શું અનુભવમાં આવી રહ્યો છે. શ્રીનેમિનાથ પ્રભુની યાત્રા કરી પિતે જુનાગઢના જેન તેમજ જૈનેતર સમુદાયને નિરાશ કરી-ફરી દર્શન ક્યારે મળશે એવી આજીજી કરતાને વિખૂટા મૂકી સાધુ ધર્મની રીતિને માન આપી જુનાગઢથી વિહાર કરી અન્યત્ર પધારી ગયા. જુના ગઢમાં પ્રથમ બાર દિવસ સ્થિતિ કરી તે દરમિયાન એક શ્રી મહાવીર જયંતીના પ્રસંગે–એક સરકારી હાઈસ્કૂલમાં અને એક જુનાગઢ વિસા શ્રીમાળી બેડીંગના વિદ્યાર્થિઓને ઈનામ આપવાના મેળાવડા પ્રસંગે એમ ત્રણ ભાષણો આપી લોકોનો જે પ્રેમ, લોકેની લાગણી, તેઓશ્રીના પ્રતિ ઉદ્દભવી હતી તેનાથી આકર્ષાઈ કહો કે ગમે તેમ એવું એક નિમિત્ત આવી બન્યું કે જેથી તેઓશ્રીને પાછું જુનાગઢના તૃષિત લોકેને વચનામૃતનું પાન કરાવવા પાછા ફરવું–પડયું એટલું જ નહીં–ટેળી–મંડળી બાંધી બીજા સાધુઓને અન્યત્ર પાછળથી પોતાની પહોચવાની મરજીથી મોકલ્યા હતા તેમને પણ પાછા જુનાગઢ બેલાવવા પડયા-આનું નામ તે ફરસના. “જુનાગઢમાં ચેમાસાને માટે સંઘની વિનતિ અને મહારાજ સાહેબને સ્વીકાર.” જે નિમિત્તે પાછા ફરવું થયું હતું તે પૂર્ણ થયે વળી વિહારની તૈયારી કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46