Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૧૩ 6 સ. ૧૯૩૨ માં મુનિરાજ શ્રી મણિવિજયજી જેમને તે વખતના પ્રાણીએ દાદા ’ ના ઉપનામથી ઓળખતા હતા. તેમની પાસે સવેગી ઢીક્ષા અંગીકાર કરી. આ પહેલાં એમણે સ્થાનકવાસી જૈન દીક્ષા અંગીકાર કરી હતી, પરંતુ એમના તત્ત્વા એમને ન્યાયથી દૂર અને અસમંજસ લાગવાથી પુન: તપગચ્છમાં દીક્ષા ગ્રહણ કરી. એ વખતે એમના ચેાગ જીવનની શરૂઆત થઇ. પ્રથમના જન્મ એમના સ્થૂળદેહના પ્રાદુર્ભાવ રૂપ હતા, જ્યારે આ ખીન્ને જન્મ એમના આધ્યાત્મિક જીવનમાં દીપક પ્રકટાવવા માટે હતા. આ ઉપરથી મનુષ્ય તરીકેના બંધારણમાં ‘ સસ્કાર ’ પરત્વે વિચાર કરવાનું ખળ આપણુને પ્રાપ્ત થાય છે. મનુષ્યમાત્રમાં ‘ સંસ્કાર ’ ચાક્કસ પ્રકારની જીવનમાં વિલક્ષણતા લાવે છે. સંસ્કાર ગમે તેવા કષ્ટતપને પણ સફળ કરાવે છે. કુસંગના વાતાવરણમાં ઘેરાઇ ગયેલા કોઇપણ મનુષ્યના જો પૂર્વ પરિચિત સંસ્કારા શુદ્ધ હશે તે તે તેમાંથી અપૂર્વ પુરૂષાર્થથી માર્ગ કરી શકે છે. તેથી ઉલટુ અશુદ્ધ સસ્કારાથી પરિવૃત મનુષ્ય ગમે તેવા સત્સંગમાં રહેવા છતાં પણ ઊષર ક્ષેત્રની જેમ પાત્રતા પામી શકતા નથી. વસ્તુસ્થિતિ આમ હાઇ સંસ્કારા સારા એકઠા કરવા માટે મન વાણી અને શરીરના વના ઉપર બારીક તપાસ રાખતાં શીખવાની પ્રખળ આવશ્યક્તા છે. જેમ બને તેમ જીવન સમીપ ઉત્તમ આદશેર્શી પ્રાપ્ત થાય એ માટે પ્રયાસની અધિક અગત્ય છે; અને મનુષ્યજીવન પ્રાપ્ત કરી–બુદ્ધિરૂપ સાધનના સદુપયેાગ આ જન્મમાં શુદ્ધ સત્કારો એકઠા કરી અન્ય જન્મેાની તૈયારી કરવા પ્રયત્ન શીળ થવુ, એજ શાસ્ત્રાને પણ વારંવાર સદુપદેશ છે. ચારિત્ર માહનીય કર્મોના ક્ષયાપશમથી ભાગવતી દીક્ષાના ઉયકાળ પ્રકટ થાય છે, અને એ કર્માના ક્ષયાપશમ એ પૂર્વ પરિચિત સ ંસ્કાર ખળતુ પરિણામ છે. સૂરિજીને આ પ્રશ્નળ સ્થિતિવાળા ક મા આપ્યા અને એમના જીવનક્રમમાં વિલક્ષણ ફેરફાર થયા. દીક્ષા પછી ચરણકરણાનુયાગની સાધના તરફ મહાત્માઓનુ લક્ષ્યબિંદુ હોય છે. એક પ્રસંગ સૂરિજીને માટે એવા બન્યા કહેવાય છે કે પંજામ-સુધીઆનામાં એમને વરની સમ્ર બિમારી થઇ અને એકદમ વ્યાધિએ આત્મા ઉપર જખરજસ્ત સત્તા જમાવી. એમની શુદ્ધિ હતીજ નહિ. લાલા કૅવરસેન વિગેરે એમના ઉપચાર માટે અણુછૂટકે અંખાલામાં લઇ ગયા. વેદનીય કર્મનું બળ મંદ થવા પછી શુદ્ધિ આવી અને આત્માએ પાતાની સ્થિતિ આળખી લીધી; પરંતુ મુનિવ્યવહારને ઉચિત પાદચારીપણાની જે પ્રતિજ્ઞા પ્રત્યેક મહાત્માને એ વ્રતના નિર્વાહ કરવાને નિર્મિત હોય છે. તેમાં ખલેલ પડેલી જોઇને અમદાવાદમાં તે સમયે વિરાજેલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46