________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
શ્રીમદ્ વિજયાનંદસૂરિજી ( આત્મારામજી મહારાજ)
તેમના જીવનચરિત્ર ઉપરથી ઉભવતા વિચારે. જીવનની પ્રત્યેક ભાવના ખરેખર અપૂર્વ છે. કાંઈને કાંઈ નવીનતાની ઉત્પાદક હ છે; છતાં શા માટે અમુક જીવન જગતમાં વંદ્ય અને સ્પૃહણીય ગણાય છે? જગની શિષ્ટ અને પ્રતિષ્ઠિત બુદ્ધિ જેમ શુદ્ધ વિચારની તુલના કરી પ્રવર્તે છે, તેમ આ પ્રશ્નના મૂળભૂત કારણની સુક્ષ્મ પર્યાલચના કરતાં જણાશે કે એ જીવનની સાથે એ જીવનવાહકનો આત્મા કતવ્યાકર્તવ્યનો નિર્ણય કરી જગમાં સગાનુસાર મળતા સર્વ પ્રસંગે ઉપર સ્વામિત્વ મેળવવાનું બળ મેળવી વિવેક દષ્ટિથી નિર્ણય કરેલા વિશિષ્ટ કર્તવ્યમાં પોતાને હમેશાં ઓતપ્રેત કરી દે છે અને એ કર્તાને જીવનના સર્વસ્વ તરીકે સ્વીકારી લે છે. જીવન અને કર્તવ્યની દીવાલને જોડી દેનાર મહાત્માને પ્રાદુર્ભાવ જગમાં તે કાળ અને તે પછીના કાળમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગના પુણ્યપ્રકૃતિના બળે થાય છે. તેવા મહાત્માઓ પૈકીના એક “શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ' હતા. એમના સ્થલદેહને જન્મ વિ. સં. ૧૮૮૩ પંજાબમાં ચિત્ર શુદ ૧મે “રૂપાદેવી” માતાની કુક્ષિએ ક્ષત્રિય કુટુંબમાં થયે હતો. અને આત્મારામ” તરીકે નામ નિર્ણય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાહ્ય જીવનમાં “આત્મારામ” તરીકે અને પછીથી આંતરજીવનમાં ‘વિજ્યાનંદસૂરિજી” તરીકે–એમના સંબંધમાં વિચારવાનું એ ઉપસ્થિત થાય છે કે ક્ષત્રિય-વીર્યશાલી કુટુંબમાં જન્મ પામ એ પૂર્વોપાર્જિત પુણ્યપ્રકૃતિનું લક્ષણ છે. જે મનુષ્ય જન્મથી ક્ષત્રિય હોય છે તેમને સિદ્ધાંત “સેવા ધર્મ'ને હોય છે. નિર્બલ પ્રાણીઓનું રક્ષણ કરવું એ તેમનું જીવનકર્તવ્ય હોય છે અને તેથી જ અન્ય પરિભાષામાં તે રક્ષકવર્ગ ગણાય છે. ક્ષત્રિય તરીકે જન્મેલા પ્રાણીને વારસામાં–પરાક્રમ-વીર્ય સ્વાભાવિકપણે મનુષ્ય તરીકેના બંધારણમાં–મળેલું હોય છે. જેથી જે તે બળની–સત્તાની ઉત્ક્રાંતિ રાજ્ય લોભમાં થાય તો તે અનેક પ્રજા ઉપર સ્વામિત્વ ધારણ કરનાર “રાજા” બને છે અને જે તે સત્તા સમાજકર્તવ્ય, અને આધ્યાત્મિક વિચારોને જન્મ આપે છે તે તે સમાજના ધર્માચાર્ય બને છે. ક્ષત્રિયને ઉચિત વીર્ય જન્મથી જ પામવાના આવાજ કાંઈક ગર્ભિત હેતુને અનુસરીને તીર્થ કર જેવા મહાત્માનો જન્મ પણ ક્ષત્રિયવંશ શિવાય અન્યત્ર કદાપિ થતો નથી. સુભાગ્યે સૂરિજીનો જન્મ પણ તેવાજ વીર્યસંપન્ન કુટુંબમાં થયે અને એ સંસ્કારનું પિષણ થતાં ઉચ્ચ આદર્શને સમાજ સમક્ષ પ્રબલ પુરૂષાર્થથી અનેક દષ્ટિબિંદુઓ દ્વારા રજુ કર્યો.
For Private And Personal Use Only