________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
સંભળાવ્યું હતું, ત્યારબાદ વકીલ સાકલચંદ નારણજીએ આમંત્રણપત્રીકા વાંચી સંભળાવી હતી, અને મહારાજશ્રીના જીવનચરિત્રમાંથી કાંઈક અંશનું દર્શન કરાવ્યું હતું, અને અમેરિકાના શિકાગો શહેરમાં જ્યારે સર્વ ધર્મોના આચાર્યોની એક સભા બેલાવવામાં આવી હતી, ત્યારે મહારાજ શ્રી આત્મારામજી મહારાજને પણ ત્યાં પધારવા માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું, પરંતુ આપણા ધર્મના બંધારણ પ્રમાણે ત્યાં સાધુએથી જઈ ન શકાય તેમ હોવાથી મહેમ વીરચંદ રાઘવજી ગાંધીને છ માસસુધી પોતાની પાસે અભ્યાસ કરાવી, જેન તનું સારી રીતે દિ દર્શન કરાવી તેઓને અમેરિકાના ચિકાગો શહેરમાં મોકલ્યા હતા, અને ત્યાં જઈ મી. ગાંધીએ ત્યાંના લોકોને જૈન ધર્મથી સારી રીતે પરિચય કરાયેલા છે, તે મહાન કાર્યના કર્તા પણ મહારાજજી છે, વિગેરે અનેક કાર્યોથી મહારાજજીના ગુણાનુવાદ કર્યાબાદ મહારાજજીનું જીવન ચરિત્ર આપણને આજના મુખ્ય વિવેચનકાર મુનિ મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજ સંભળાવશે, તે સર્વે બંધુઓ શાંતિથી સાંભળશો, એવી વિનંતિ કરું છું.
બાદ મુનિ મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજે મંગળાચરણ તથા ગુરૂ સ્તુતિ કર્યા બાદ જરીના કપડાથી શણગારવામાં આવેલી વ્યાખ્યાનની પાટ ઉપર મધ્યમાં ઉંચે આસને મહારાજ શ્રી આત્મારામજી મહારાજનો ફેટ (મૂત્તિ) પધરાવવામાં આવ્યો હતો, તે દર્શાવી મહારાજજીની આલ્હાદકારી સૂતી દ્વારા સ્વર્ગ વાસી આત્મારામજી મહારાજની ઓળખાણ સવે રોતાજને કરાવી પિતાનું વિવેચન શરૂ કર્યું હતું, શરૂઆતમાં જણાવ્યું જે આવા મહાત્માઓની જયંતી કાંઈ આજકાલ ઉજવવામાં આવે છે એમ નથી, પરંતુ શાસ્ત્રોના દૃષ્ટાંતથી જણાવ્યું જે પ્રાચીન કાળથી મહાત્માઓની જયંતી ઉજવાય છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું. ત્યારબાદ મહારાજજીનું જીવનચરિત્ર કહેતાં જણાવ્યું કે મહારાજજીના જીવનનું વ્યાખ્યાન કરવા માટે વરસોના વરસે હોય તે પણ થઈ શકે તેમ નથી તે હું માત્ર કલાક બે કલાકના ટાઈમમાં તે તેઓશ્રીનું જીવનચરિત્ર શી રીતે કહી શકું? તે પણ મહારા પરમ ઉપકારી ગુરૂમહારાજ શ્રી વલ્લુભવિજયજી મહારાજ કે જેઓની બે છબી આત્મારામજી મહારાજજીની છબીની બન્ને બાજુએ રાખવામાં આવી હતી તેમાંથી એક છબી હાથમાં લઈ તેઓશ્રીની એટલે કે મહારાજ શ્રી વલ્લભવિજયજીની ઓળખાણ શ્રેતાજનેને કરાવીને કહ્યું કે તેઓએ શ્રી આત્મારામજી મહારાજની હયાતી સુધી સાથે રહી જે મહારાજજીના જીવન સંબંધી અનુભવ લીધેલે છે તેઓની પાસેથી તેના આ સેવકે જેવી રીતે મહારાજજીનું ચરિત્ર સાંભળેલું છે તેવી રીતે હું આજના શ્રેતાજનો સમક્ષ સંક્ષેપમાં વિવેચન કરીશ.
For Private And Personal Use Only