________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જુદે જુદે સ્થળે ઉજવાયેલી જયંતી.
૨૮૦
મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની ચાણસા ગામમા
ઉજવાયેલ જયંતી. અત્રેથી શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના મુનિશ્રી માણેકવિજ્યજી તથા મુનિશ્રી માનવિજયજી મુનિશ્રી નરેંદ્રવિજયજી તથા મુનિશ્રી સંતોષવિજયજીએ ચાર ઠાણું હાલ છે.
જેઠ સુદ ૮ નારેજ ઉપાશ્રયમાં શ્રીસંઘની એકત્ર સભા થઈ હતી. શ્રી આત્મારામજી મહારાજશ્રીનું જીવનચરિત્ર શ્રી માણેકવિજયજી મહારાજે સુણાવ્યું હતું. પછી મુનિશ્રી માનવિજયજીએ પણ કિંચિત્ સ્વરૂપ સુણાવ્યું હતું, પછી ગુંહલી બોલ્યા પછી અત્રેની પાઠશાલાના માસ્તર ત્રીવનદામ દલીચંદે હીરાલાલ હંસરાજજીએ વર્ણવેલું આત્મારામજીનું જીવન ચરિત્ર સંઘમાં વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાથી-વર્ગ શ્રી આત્મારામજી મહારાજની સ્તુતિ બોલ્યા હતા. પછી સંઘ તરફથી આત્મારામજી મહારાજના આત્માની શાંતિ ઈચ્છી હતી. મહારાજજીએ છેલ્લું મંગલાચરણ કરી સભા વિસર્જન થઈ હતી. તે દીવસ પ્રભાવના તથા પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી.
અમદાવાદમાં ઉજવાયેલ જયંતી. ન્યાયનિધિ તપગચ્છાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર શ્રી આત્મારામજી મહારાજની સંવત ૧૯૭૨ ના જેઠ સુદ ૮ ની સ્વર્ગતિથી હોવાથી અમદાવાદમાં શેઠ હઠીભાઈ કેસરીસીંગની દીલ્લી દરવાજા બાહરની વાડીમાં અત્રે પધારેલ મુનિશ્રી લમ્બીવીજયજી મહારાજના ઊપદેશથી માધુપુરા વગેરે સંગ્રહસ્થાએ શ્રીમદ્દવલભવીજયજી મહારાજકૃત નવાણું પ્રકારની પૂજા રાગ રાગણી સાથે ગાઈ હતી અને તેજ દીવસે ઘણાજ ઠાઠથી ભારે આંગી રચાવવામાં આવી હતી.
ન્યાયાભાનિધિતપગચ્છાચાર્ય શ્રીવિજ્યાનંદસૂરિશ્વરજી(આત્મારામજી મહારાજની) જામનગર શહેરમાં ઉજવવામાં આવેલી જયંતી
જેઠ શુદિ અષ્ટમીને દિવસે જામનગર શહેરમાં પાઠશાળાના ભવ્ય અને વિશાળ મકાનમાં સવારના વખતે મહારાજજીની જયંતી ઉજવવાને માટે ભવ્ય મેળાવડે કરવામાં આવ્યો હતો. રસ્તાઓ તથા પાઠશાળાનું મકાન વાવટા તથા ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. પાઠશાળાનું ભવ્ય મકાન તાજનેથી તથા રાજપુરૂષોથી ચીકાર ભરાઈ ગયું હતું. રાજના ગવૈયાઓએ મધુર સ્વરથી ગુરૂસ્તુતિરૂપ પદ ગાઈ
For Private And Personal Use Only