Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ર૬૩ પણ સુભાગ્યે જુનાગઢના શ્રદ્ધાલુઓની એવી પ્રબલ ઈચ્છા થઈ કે ગમે તેમ થાય તોપણ આ વર્ષ મહારાજનું ચોમાસું અત્રેજ થવું જોઈએ. સિદ્ધાચલજી તીર્થ પર સાધુઓનાં ચોમાસાં થાય તો બાળ બ્રહ્મચારીનાં ત્રણ કલ્યાણકથી પવિત્ર એવા શ્રી ગિરનાર-ઉજીયંત–રેવતાચલ–તીર્થ પર કેમ ન થાય? ક્ષેત્ર ફરસના–શાસનદેવતાની સુનજર-શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાના પ્રભાવે મહારાજનું મન પણ કાંઈક દ્રવીભૂત થયું અને ચોમાસાની આશાથી લોકોનાં મન શાંત કરવા શ્રીસંઘની વિજ્ઞપ્તિ સ્વીકાર કરી. પુત્રનાં લક્ષણ પાલણામાંથી જ માલમ પડી આવે તેમ ચોમાસામાં જે જે લા થાવાના છે તેના મુહર્તરૂપે-જેઠ સુદિ છઠ ને દિવસે વનથલી ગામ કે જે જુનાગઢથી નવ માઈલને આસરે છે ત્યાંના રહેવાસી મુંબઈના એક ધીકતા સુપ્રસિદ્ધ વ્યાપારી શેડ દેવકરણ મૂળજીએ પિતાની ઉદારતા બતાવી પિતાના જાતિભાઈઓની સ્થિતિ ઉંચી આવે એવા ઈરાદાથી મહારાજશ્રીના પ્રમુખપણું નીચે જુનાગઢ વીસાશ્રીમાળી જૈન બેડીંગને ઉંચા પાયા ઉપર લાવવા પચાસ હજારની એક નાદર રકમ બક્ષીસ કરી પિતાના શુભ ઘનને શુભમાગમાં વ્યય કરી ધનનો સદુપયોગ આમ કરોગ્ય છે એવા બીજાઓને પાઠ શીખવ્યો છે. આ પ્રસંગે પ્રમુખ તરીકેના પિતાના વક્તવ્યમાં મહારાજ સાહેબે જે કાંઈ ઉપદેશ અને કર્તવ્ય પરાયણ થવાની રીતિ બતાવી તે સાંભળી લોકોના દિલ પીગળી ગયાં, જેથી મહારાજ સાહેબની સૂચના પ્રમાણે સેરઠની વીસાશ્રીમાળી નાતના સમુદાયની પચીસ હજારની રકમ ભેળી થાય અને શેઠ દેવકરણભાઈ જેટલી રકમ આપવા હાલ તરતમાં તૈયાર છે તેનાથી ડબલ આપવા જરા પોતાના દિલને વધારે ઉદાર કરી પિતાના હાથને આગળ લંબાવે એટલે એક લાખની રકમ શેઠ દેવકરણભાઈના તરફથી પૂરી કરવામાં આવે અને પચીસ હજારની રકમ નાતના તરફથી એકઠી કરવામાં આવે એકંદર સવાલાખની યેજના થાય અને બોડીંગનું કામ ધારા ધોરણથી ઉપાડી લેવામાં આવે તો ઘણું સારૂં ફળ નીવડે. આ વાતને સર્વ કેઈએ ઘણી ખુશીની સાથે સ્વીકારી લીધી છે અને અમુક મુખ્ય આદમીઓએ પચીસ હજારની રકમ એકઠી કરી આપવા પ્રતિજ્ઞા લીધી છે. આ એક પ્રથમ મોટું લાભનું કામ થયું છે. આવા મહાત્માના સમાગમથી બીજે લાભ અત્રેના વતનીઓને મરહૂમ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારામજી) મહાજની સ્વર્ગ તિથિ જેઠ સુદિ આઠમ ઉજવવાને મળ્યો છે. અમારી જીંદગીમાં અમને આ પ્રથમજ લાભ પ્રાપ્ત થયા છે. જો કે મરહૂમ મહાત્મા પ્રસિદ્ધ હોવાથી અમે તદ્દન અજાણ્યા નહોતા પરંતુ તેઓના સદાચાર તેઓની લાગણી તેઓનાં સમાજ સુધારા પ્રતિનાં કાર્યો વગેરેથી અમે પરિચિત હોતા, તેને પરિચય આ વખતે અમને થયું છે. જે આનંદ જે લાભ મળે છે તેનું વર્ણન કરવા જીન્હા સમર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46