________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
શ્રી આત્માનંદ પ્રકાશ.
જરૂર છે, તેથી તેઓશ્રીનું ચરિત્ર સંક્ષિપ્તમાં, મુનિશ્રી જીનવિજયજી કહી સંભલાવશે એવી પ્રવર્તકજી સાહેબની આજ્ઞા થતાં શ્રી જીનવિજયજી મહારાજે, માહારાજજી સાહેબનું ચરિત્ર ઘણું જ સ્પષ્ટ અને ઉત્તમ રીતે વિવેચન કરી સંભળાવ્યું હતું. મહારાજ સાહેબના કેટલાક અપૂર્વ ગુણોનું ખ્યાન, ઘણી જ અસરકારક ભાષામાં કર્યું હતું, જે ગુણેની ટુંક હકીક્ત નીચે પ્રમાણે આપવામાં આવેલી હતી.
મહારાજ સાહેબમાં એકતો સત્યને મહાન ગુણ હતો. તેઓશ્રી સત્યને જ ગ્રહણ કરવાવાળા હતા. તેઓ સાહેબનું ઢંઢક મતમાં અપૂર્વ માન હતું, અને એક મહાન વેત્તા તરીકે તેઓ લેખાતા હતા તેપણ સત્યના માટે તેની લેશ માત્ર પણ દરકાર ન રાખતાં ઢંઢક મતને ત્યાગ કરી સંવેગી માર્ગની દિક્ષા ગ્રહણ કરી હતી. આ આપણને શું સૂચવે છે? તેઓશ્રી , ખરું તેજ મારૂં” એમ માનતા પણ “મારૂં તેજ ખરૂં” એવા આગ્રહથી બાપના કુવામાં ડુબી મરે તેવા નહોતા. તેમને બીજે મહાન ગુણ એ તેમની શાંતતા હતી, કેઈપણ અન્યધમી ગમે તે સવાલ પુછે તો તેઓશ્રી ધીરેથી સમજાવીને ઉત્તર આપતા અને તેના મનનું સંપુર્ણ રીતે સમાધાન કરતા. આ ગુણ એક મુસલમાન સાથે થએલા વાર્તાલાપને દાખલ આપી ઘણું સારી પેઠે સમજાવ્યો હતો. તેઓશ્રીની વિદ્વતા અને લેખની શક્તિ માટે ભલાભલા વિદેશી સાહેબ અને વિદ્વાન પંડિત વર્ગના સમુદાયને ઘણું માન હતું, અને તે તેઓ તરફથી લખાઈ આવેલા પત્રોથી તેમજ માહારાજજી સાહેબના લખેલા ગ્રંથ જેવા કે જૈન તત્વદર્શ, અજ્ઞાન તિમિર ભાસ્કર, તત્વનિર્ણય પ્રાસાદ, સમ્યકત્વ શલ્યદ્વાર, જેના પ્રશ્નોત્તર અને ચીકાગો પ્રશ્નોત્તરથી સુવિદિત કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબ સમયને પણ ઘણું સારી પેઠે ઓળખવાવાળા હતા. જે વખતે મમ વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. ને અમેરીકા, સર્વ ધર્મની પરિષદમાં માહારાજ સાહેબે તૈયાર કરી મેકલ્યા, ત્યારે સમુદ્ર પર્યટન માટે મુંબઈને સંઘ ખળભળી ઉઠ્યા, અને કેટલાક તે કહેવા લાગ્યા કે ગાંધીને અમેરીકાથી આવ્યા પછી સંઘ બહાર મુકવા જોઈએ; પણ મહારાજજી સાહેબની સમયસુચક્તા અને સદુપદેશથી સર્વ લોકે શાંત થઈ ગયા. તેઓ સાહેબે જણાવ્યું હતું કે હવે જમાને બદલાય છે. તમારા બાપદાદા બંડીઓ અને અંગરખાં પહેરતા હતા. આજકાલ તમે તે ખમીસ અને કોટનો પહેરવેશ પહેરે છેતમે તમારાજ હાથે તમારે અસલને પહેરવેશ કેમ બદલ્યું છે? તેવીજ રીતે પહેલાં પશ્ચિમ દેશોના લોકે અનાર્ય હતા, ધર્મ શી વસ્તુ છે તે તેઓ બીલકુલ જાણતા નહોતા પણ હવે, જ્યારે તેઓ ધર્મને આપણી પાસેથી ઓળખવા માગે છે ત્યારે જે આપણે તેઓને ખરા ધર્મથી વાકેફ નહિ કરીએ તો ધર્મની બીજી કઈ ઉન્નતિ આપણે કરવાના છીએ?
For Private And Personal Use Only