Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરની વડોદરામાં ઉજવાયેલી જયંતી. ૨૮૨ આ ઉત્તમ કાર્ય માટે રૂ. ૫૧) શેઠ જીવણભાઈ જેચંદ ગેઘાવાળાના આંગી નિમિત્તે તથા રૂ. ૨૫) શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસ શ્રી મીયાગામવાળાના સ્વમિવાત્સલ્ય માટે ભેટ આવ્યા હતા. વડોદરામાં પરમપવિત્ર જૈનાચાર્ય શ્રીમદ આત્મારામજી મહારાજને ઉજવવામાં આવેલ એકવીસમે વાર્ષિક નિર્વાણ મહોત્સવ. જેઠ સુદી ૮ ને શુક્રવારના સવારના બરાબર આઠ વાગે કાર્યક્રમ પ્રમાણે જાનીશેરીમાં આવેલા ઉપાશ્રયે, પરમપૂજ્ય શ્રીમદ્દ પ્રવર્તકેજી કાંતિવિજયજી મહારાજ સાહેબના પ્રમુખપણા નીચે એક ભવ્ય મેળાવડો થયે હતું, જે વખતે શહેરના, રાવપુરાના અને બાબાજીપુરાના દરેક સ્ત્રી પુરૂષથી હલ ચીકાર ભરાઈ ગયે હતો. વખત થતાં શરૂઆતમાં પ્રવર્તકજી સાહેબની આજ્ઞા પૂર્વક શ્રી આદિજીન મંડળ તરફથી કેટલાક યુવકે તથા બાળકોએ, તેમના મધુર અવાજથી પ્રભુની સ્તુતિ સંગીતના વિધવિધ જાતના વાદ્યો સાથે ગાઈ હાલ ગજવી મુક્યો હતો. ત્યારબાદ મહંમ આચાર્ય મહારાજશ્રીની સ્તુતિ કરી, કેટલાક સ્ત્રી પુરૂષોએ વાસક્ષેપથી પૂજન કર્યું હતું. ત્યારબાદ ગાયનશાળાના છોકરાઓએ કરૂણા રસમાં મહારાજજી સાહેબના વિરહના કેટલાંક કા તથા ગાયને ગાઈ, પ્રેક્ષકવર્ગને તેઓશ્રી પ્રત્યે તલ્લીન કરી દીધા હતા. તે પછી ભેજક ગોપાળે શ્રી પ્રવર્તક માહારાજની આજ્ઞાથી માહારાજ સાહેબની ત્રાટક છંદમાં શ્રી વલ્લભવિજયજી મહારાજે રચેલી સ્તુતિ ઉસ્તાદી રાગમાં ગાઈ, શ્રેતાઓમાં ઘણે આલ્હાદ ઉત્પન્ન કર્યો હતે. સંગીતનું કામ સમાપ્ત થઈ રહ્યા બાદ પ્રવર્તાકજી મહારાજે મંગળાચરણ કરી જયંતી ઉજવવાનું કારણ, આપણે તેમની જયંતિ શા માટે ઉજવીએ છીએ વિગેરે બાબતોનું દાખલા દલીલો સાથે ઘણું સારૂં સ્પષ્ટિકરણ કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે એક રીતે જોતાં તે આપણને દીલગીરી થવી જોઈએ, કારણ કે તેને ઓશ્રીને સ્વર્ગવાસ થયેથી આપણને એક મહાન વીરનરની ખોટ પડી છે તેમજ બીજી રીતે જોતાં તેમને સ્વર્ગવાસ થએલો હોવાથી સ્વર્ગના દેવોને તો અપૂર્વ આનંદ થયો છે, અને આપણને પશુ, ત્યાં આગળ તેઓ મહાત્મા ધર્મની વિજયપતાકા વધુ ફરકાવશે એથી વિશેષ આલ્હાદ થાય છે. આ વિષય ઉપર ઘણુંજ સારૂં વિવેચન કરી જયંતિના ઉદ્દેશે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જેમની જયંતિ ઉજવવામાં આવે છે, તેમનું ચરિત્ર પણ આપણે જાણવું જ જોઈએ. ગુણેનું આકર્ષણ ચરિત્ર સાંભળવાથી જલદી થઈ શકે છે. મહારાજ સાહેબનું ચરિત્ર એટલું બધું બેધદાયક અને રસીલું છે કે તે સાંભળવાની દરેકને વખતોવખત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46