Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ શ્રી આત્માન પ્રકાશ લાલ મેદીએ જયંતિ ઉજવવાના હેતુઓ, તેની સાફલ્યતા અને જયંતિ પ્રસંગે કરવામાં આવશ્યક પરોપકારી કર્યો વિગેરે કહી સંભળાવ્યા હતા. અને ત્યારબાદ રા. રા. વકીલ મેહનલાલ નગીનદાસ હાઈકેટ લીડરે પરમપકારી પૂજ્યપાદાચાર્યશ્રીનું જીવનવૃત્તાંત, જૈન શાસન ઉપર કરેલે અગણીત ઉપકાર અને ધર્મને અર્થે ઉઠાવેલે અથાગ પરિશ્રમ વિગેરેનું વિદ્વત્તાપૂર્ણ વિવેચન કરી શ્રોતાઓના મન પ્રસન્ન કરી દીધાં હતાં. ત્યારબાદ રા. રા. શકરાભાઈ અમરચંદ કાપડીઆએ ટુંક વિવેચન કર્યા બાદ મી. ભેગીલાલ સાકલચંદે ગુરૂ સ્તુતિ વાજા સાથે ગાઈ બતાવી હતી. અત્રેની હાઈસ્કૂલના હેડમાસ્તર સાહેબ ભેગીલાલ નગીનદાસ એમ. એ. એસ. ટી. સી. ડીએ. ઉપસંહાર કરતાં આચાર્યશ્રીએ આપણુ અનાદિ મહાન ધર્મને અન્ય ધમનુયાયીઓના આક્ષેપમાંથી સદાને માટે મુકત કર્યા છે. તથા યુરેપ અમેરિકાદિ દેશમાં ધર્મ ફેલાવવા સારું કેટલે પરિશ્રમ સહન કરેલ છે તેનું યથાસ્થિત વર્ણન આપ્યું હતું. જયંતિનું કાર્ય સમાપ્ત કરતાં પહેલાં પંડિત મણીલાલ પોપટલાલે ભાષણ આપ્યું હતું. ત્યારબાદ રા. રા. દીપચંદ પાનાચંદ માસ્તરે પ્રમુખ સાહેબના તરફથી ટુંક વિવેચન કરી સભાને આભાર માની વિદ્યાથીઓને મીઠાઈ વહેંચવા પછી મેળાવડો બરખાસ્ત થયા હતા. રતલામમાં ઉજવાયેલ જયંતી. આ વરસે શ્રીમદ્ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજના શિષ્ય મુનીશ્રી કુસુમવિજયજી અત્રે બીરાજે છે, તેમના ઉપદેશથી આ વરસે આચાર્યશ્રી વિજયાનંદ સૂરીશ્વરજીની જયંતિ ઉજવવાને અત્રેના સંઘ તરફથી પ્રથમથી નિર્ણય કરવામાં આવ્યું હતું. જેઠ રુ. ૮ ના રોજ આ જયંતિ ઉજવવામાં આવી હતી. મંદર વિગેરે નજીકના ગામના ગ્રહસ્થાએ તેમાં ભાગ લીધો હતો. સવારે આખો સંઘ વ્યાખ્યાનશાળામાં એકઠા થયે હતે. અને મુનિશ્રી કુસુમવિજયજીએ આત્મારામજી મહારાજનું “જીવન ચરિત્ર” બહુજ અસરકારક શબ્દોમાં વર્ણવી બતાવ્યું હતું. સાથે સાથે સંસારની અસારતા, વિનય ગુણની પુષ્ટિ, વિગેરે ઉપર પણ મહારાજસાહેબે વિવેચન કર્યું હતું. વળી રાત્રે ઉપાશ્રય પાસેની ધર્મશાળામાં શ્રી આત્મારામજી મહારાજની છબી પધરાવી ત્યાં આગળ ભાવના કરવામાં આવી હતી. તે વખતે પણ રતલામના સંઘના બધા આગેવાનો હાજર હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46