Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૭૩ છે, તેથી હારે તત્સંબંધિ વર્ણન કરવાની કાંઈ વિશેષ આવશ્યકતા નથી, તોપણ હું એટલું તો અવશ્ય કહીશ કે, આપણે કેવળ વાચિક ક્રિયાથી સિદ્ધિ છીએ છીએ, અર્થાત્ મહાત્માશ્રીના પવિત્ર જીવનનું સ્મરણ કરી પિતે પવિત્ર જીવનવાળા બની ગયા એવી માન્યતાને હૃદયમાં સ્થાન આપીએ છીએ, એ આપણી બુદ્ધિનો વિપર્યા છે, જે એમ કેવળ વાચિક ક્રિયાથી જ સિદ્ધિ થતી હોય તો પછી કાયિક કિયા (કર્તવ્યપરાયણતા) કરવાની આવશ્યક્તાજ નહિ, અને એમ થવાથી ત્રણ પ્રકારના જે કાયિક, વાચિક અને માનસિક વ્યાપારે છે, તેમાંથી કાયિક વ્યાપારને ઉછેર થવાનો પ્રસંગ આવે, તેમજ શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાંથી નિદિધ્યાસનનો પણ અભાવ થઈ જાય માટે કર્તવ્યપરાયણતા સાધ્યસિદ્ધિને મૂખ્ય હેતુ છે. દુનિયાની અંદર કોઈપણ પ્રાણએ સાધ્યસિદ્ધિ કરી છે, તો કર્તવ્યપરાયણ થઈને જ કરી છે. આપણે પણ હમેશાં અનુભવિએ છીએ કે, કેવળ વચન વ્યાપારથી કાર્ય થતું નથી. જેમકે ભજનનું નામ લેવાથી સુધાની. નિવૃત્તિ નથી થતી, રસોઈની બધી સામગ્રી પડી હોય પણ જ્યાં સુધી બનાવીએ નહીં ત્યાસુધી સ્વયં બનતી નથી, ચારિત્ર તથા ધર્મના કથન માત્રથી ચારિત્ર તથા ધર્મના આરાધક કહેવાતા નથી, તેમજ મહાત્માશ્રીના કેવળ ગુણ ગાવાથી પવિત્ર જીવનવાળા બનાતું નથી, પણ ગુણોનું અનુકરણ કરવાથી પવિત્ર જીવનવાળા બનાય છે. ન્યાયાચા, તથા એમ, એવું બનવું હોય છે, તો ન્યાયાચાર્ય તથા એમ, એ, બનેલા મનુષ્યના ગુણ ગાવાથી બની શકાતું નથી, પણ અધ્યયનાદિ કાયિક ક્રિયા કરવી પડે છે. મુકતાત્મા બનવાને ઉપાય બતાવતાં શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે, “જ્ઞાન શિયાભ્યાંપોલ” જ્ઞાન અને કિયાવડે મુક્ત થવાય છે. ચિદાનંદજી મહારાજ પણ કાયિક ક્રિયાને અવલંબિને કહે છે કે “કથની કરે સહુ કોઈ, રહણિ અતિ દુર્લભ હોઈ ” કહેવું સહેલું છે કરવું કઠીન છે. કહેતાં કાંઈપણ વાર નથી લાગતી આપણે ઝટ કહી દઈએ છીએ કે ધર્મનું આરાધના કરવાથી મુક્તિ મળે છે, પણ ધર્મનું આરાધન કરતાં તથા મુક્તિ મેળવતાં કેટલો સમય લાગે છે, અને કેટલું કષ્ટ વેઠવું પડે છે. સજજનો ! પવિત્ર જીવન બનાવવું એ હેલું કામ નથી? જીવનમાંથી અપવિત્રતા કહાડી નાંખી પવિત્ર જીવનવાળાનું અનુકરણ કરવું પડે છે, આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે, કાષ્ટાદિવસ્તુ અગ્નિપણું ત્યારે જ પ્રાપ્ત કરે છે કે જ્યારે પિતાનામાં રહેલી મલીનતા દૂર કરી, પ્રકૃત્તિમાં પરિવર્તન કરે છે. જળ પણ દુગ્ધપણને ત્યારેજ ધારણ કરે છે કે, જ્યારે સ્વભાવને બદલી દુગ્ધના ગુણોનું અનુકરણ કરે છે. તેમજ ઉત્તમ પુરૂના ગુણેના સંપર્ક થયા વગર ઉત્તમતા પ્રાપ્ત થવી દુર્લભ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46