Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ. સુજ્ઞ મહાશયો! મહાત્માશ્રીમાં રહેલા અનેક ગુણોમાંથી પવિત્ર જીવનના હેતુભૂત મુખ્ય બે ગુણેને આપની આગળ રજુ કરી હું હારું કથન સમાપ્ત કરીશ. જે ગુણોને હું કહેવા ચાહું છું તેમાંથી પ્રથમ ગુણ ત્યાગવૃત્તિ, આ ત્યાગવૃત્તિની સાથે જીવનને આરંભ થાય છે. માટે ત્યાગવૃત્તિ પવિત્ર જીવનનું મુખ્ય કારણ છે. આ ત્યાગવૃત્તિ કેવળ ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર પરિવાર માત્ર છોડી દેવાથી નથી થતી પરંતુ કષાય વિષયાદિ અંતરંગ ઉપાધિઓ છેડી દેવાથી થાય છે. અને તેજ પવિત્ર જીવનને બનાવે છે. જીવનમાં અપવિત્રતાને સંચાર કરવાવાળી અંતરંગની ઉપાધિઓ હોય છે, પણ કેવળ બહારની નથી હોતી. બહારની ઉપાધિ છોડી દેવા છતાં પણ એ અંદર તૃણું બની રહે તે હેનું મન બહારની ઉપાધિમાં છાશક્ત રહેવાથી ચિત્તની મલિનતા દૂર થતી નથી. અને જે બહારની ઉપાધિથી મુક્ત થયેલાને ત્યાગી કહેવામાં આવે, તે પછી જેઓ ભિખારી હોય છે, અને જેઓને અંતરાય કર્મના ઉદયથી ભેગોપભેગની સામગ્રી મળતી નથી, તેઓને ત્યાગી કહેવા જોઈએ. અને તેઓને પણ પવિત્ર જીવનવાળા માની તેઓની જયંતી કરી ગુણોત્કીર્તન કરવું જોઈએ, પણ વાસ્તવિકપણે જોતાં તો અંતરંગની ઉપાધિઓને ત્યાગ કરવાથી જ ત્યાગવૃત્તિ કહેવાય છે. મહાત્માશ્રીના જીવનથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે, એમનામાં સાચી ત્યાગવૃત્તિ હતી. અભિમત્તાદિ કષાયાદિને એમણે સારી રીતે ત્યાગ કર્યો હતે. અને જો એમ ન હોત તો પૂર્વઆચરિત પંથમાં માન પ્રતિષ્ઠા હેવા છતાં પણ અસ્કર જ્ઞાત થતાં ત્યાગ ન કરત. બીજો ગુણ સુખને ન ચાહતાં પરમાત્માને ચાહવું. આ ગુણ મહાત્માશ્રીમાં અદ્વીતિય હતો, એમણે અનેક કષ્ટ સહન કરી હજારે મનુષ્યની પરમાત્મા પ્રત્યે લાગણી કરાવી પરમાત્માના પરમ ભક્ત બનાવ્યા એ વાત પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ રહી છે. સુજ્ઞ મહાશ! મહારાજશ્રીના અનેક ગુણમાંથી પવિત્ર જીવન બનાવવાના જે મૂખ્ય હેતુઓ આપણી આગળ રજુ ક્યાં છે, હેનું યથાશકિત પાલન કરી પિતાના જીવનમાં પવિત્રતાને સંચાર કરશે. જેટલું આપણે ગુણોત્કીર્તન કરીએ છીએ, તેના શતાંશ પણ જે અનુકરણ કરીશું તે, કોઈને કાંઈ ફળ પ્રાપ્ત થશે, નહીં તો કલાક બે કલાક ડાચાં દુખાવી કીનારે થઈ ગયા હેમાં કશેએ લાભ નથી. ટાઈમ ઘણજ ડે મળવાથી સંક્ષેપમાં જે કાંઈ મેં પોતાને વિચાર દર્શાવ્યું છે, તેમાંથી સુજ્ઞ મહાશયે હંસ ચંચૂ બની સાર ગ્રહણ કરશે, એવી આશા કરી હું પિતાનું સ્થાન લઉં છું, કહી પિતે પિતાનું સ્થાન લીધું. એ પછી ભાવનગર નિવાસી મી. ડાહ્યાભાઈએ વિવેચન કરતાં જણાવ્યું કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46