________________
૧૦
અષ્ટાવક્ર ગીતા. “તું કર્તા ભોક્તા નહિ પણ અસંગ પરમાત્મા છે” એવી જનકને ખાતરી કરાવવાને વળી કહે છે કે –
एको द्रष्यसि सर्वस्य, मुक्तपायोसि सर्वदा।। अवमेव हि ते बंधो, द्रष्टारं पश्यसीतरम् ॥ ७ ॥
અર્થ. એક જ સર્વના દ્રષ્ટા છે, તું સદા મુક્ત બાય-અત્યંત મુક્ત છે, પરંતુ બીજાને દ્રષ્ટા જુએ છેમાને છે એજ તારું આ બંધન છે. ૭
ટીકા. તમે–એટલે બ્રહ્મ ત્રિકાલાબાધ હૈઈ મુક્ત સ્વરૂપ અને સદાકાળ અખિલ વિશ્વના દ્રષ્ટા છે છતાં જ્યારે માયાના આવરણ અને અજ્ઞાનને લીધે તમે–પુરુષ રૂપ દેહાભિમાની થઈ બીજાને દ્રષ્ટા માને છે, ત્યારે તમને સંસારના બંધો બાંધી લે છે અને કર્મની પરંપરામાં ઘસડાવ છે. જ્યાં લગી જ્ઞાનને ઉદય થતો નથી ત્યાં લગી સારો સંસાર પુરૂને કર્મ ક :વનારો અને તેના ફળને ભગવાવનાર લાગે છે. હુંપણના અહંકારનો પટ એવો છે કે થોડું જ્ઞાન તેને ભેદીને આરપાર જતું નથી અને પ્રાણ તેની અંધારીમાં ભટક્યા કરે છે. એ અહેમાન કેવું છે તે બતાવતાં કહે છે કે –
अहं कर्तेत्यहमानमहाकृष्णाहिदंशितः । नाहं कर्तति विश्वासामृतं पीत्वा सुखी भव ॥ ८ ॥
અર્થ. અહેમાન રૂપી મહા કાળા નાગથી ડસાયેલા પુરુષ “હું કર્તા છું” એમ માને છે, પરંતુ તમારે તો “હું કર્તા નથી” એવા વિશ્વાસ રૂપી અમૃતનું પાન કરીને સુખી થવું.૮ મિથ્થા અહંભાવ.
ટીકા. હું કર્મને કર્તા છું અને તેના ફળને જોતા પણ હું પિતેજ છું, એવા અજ્ઞાન રૂપી કાળા નાગથી ડસાયેલે સંસાર-જીવમાત્ર