________________
સેકટસ અને અશોક એ બન્ને ભિન્ન છે અને સેંડેકેટસ તથા ચંદ્રગુપ્ત એ બન્ને એક છે એમ ડો. એટેસ્ટેઇનનાં ઉપયુકત વિધાનેથી સ્પષ્ટ થાય છે.
સેંડકટસ એટલે અશક એમ માનીએ તે, અશેકને લેખક મહાશય સંપ્રતિ માને છે એટલે, સંપ્રતિ રાજાએ સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન કર્યું હતું એમ માનવું પડે. સંપ્રતિ મહારાજાએ સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન કર્યું હતું એમ માનવું એ કેટલું બધું અનુચિત કહેવાય ?
લેખક મહાશયે સેલ્યુકસની પુત્રીનું લગ્ન સેંડેકેટસ સાથે થયું હતું અને ચંદ્રગુપ્ત તે સેંડેકેટસ નહીં એમ સિદ્ધ કરવા નિમિત્તે, ચંદ્રગુપ્તનાં રાજ્યનાં અમુક વર્ષો પણ ઉડાડી મૂક્યાં છે એ ખાસ જાણવા જેવું છે.
સેલ્યુકસની પુત્રીનું લગ્ન ચંદ્રગુપ્ત સાથે ઈસ્વી સન પૂર્વે ૩૦૪ માં થયું હતું ચંદ્રગુપ્તનું રાજ્ય છે. સ. પૂ. ૩૨૧ થી ઈ. સ. પૂ. ર૭ સુધી કે ઈ. સ. પૂ. ૩૨૫ થી ઈ. સ. પૂ. ૩૦૨ સુધી ચાલ્યું હતું એ અનુક્રમે Cambridge Histroy of India ( Vol. I. P. 698 ) અને માdય રતિહાસ ની પણ માગ ? (પૃ. ૧૭) ને મત છે. આ બન્ન મતે પ્રમાણભૂત ગણાય છે એ જોતાં, ચંદ્રગુપ્તનું લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે થયાનું સંભવિત છે આથી રાજ્યકાળની દૃષ્ટિએ વિચાર કરીને, લેખક મહાશય ચંદ્રગુપ્તનું લગન સેલ્યુકસની પુત્રી સાથે નથી થયું એમ સિદ્ધ કરવા માટે, પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com