________________
૫૦
નામ હતું એમ સિદ્ધ થાય છે. “ બદ્ધચર્ચા ” ૫. પ૪૭ માં થિલાસ (પિયસી) એટલે અશક એમ કહ્યું છે. અશોક અને પ્રિયદર્શની એકતા આ રીતે સાબિત થાય છે.
ભાબ આદિના શિલાલેખેને અંગે, પ્રિયદશિન એટલે સંપ્રતિ એમ કઈ રીતે માનવાનું રહેતું જ નથી. આમ છતાં, દાક્તર સાહેબે પોતાના ગ્રંથમાં ભાબુના લેખ (જુઓ પૃ. ૫૧ ટી.) તેમજ અશકના અન્ય લેખેને સંપ્રતિના લેખે માની લઈને, એ રીતે અશકને સંપ્રતિ પણ માન્યા છે. હવે આપણે ભાબુના લેખ સંબંધી લેખકનાં મંતવ્યને વિચાર કરીએ. તેમણે એ લેખ સંબંધી, પોતાના લેખમાં પૃ. ૭૭ ઉપર કહ્યું છે કે –
“ભાબ્રા શિલાલેખ અથવા જેને બીજે વૈરાટને લેખ પણ કહેવાય છે તેની આદિમાં જ, અશેકને બુદ્ધ ભગવાન, ધર્મ અને સંઘ પ્રત્યે ભક્તિભાવ જાહેર કરતે લખેલ છે. જે પ્રમાણે બૌદ્ધ ધર્મમાં ત્રિપદીનું સ્વરૂપ વર્ણવ્યું છે તે મિશાલે ભલે કેટલાક વિદ્વાને આ અર્થને સંમત થતા હોય, પણ જે તે જ અર્થ નિર્મિત હોય તે, તે જ લેખમાં આગળની જે લીટીઓ છે તેની સાથે તે શા માટે બંધબેસત થતું નથી? વળી, ખડક લેખમાં તેમજ સ્તંભ લેખમાં, જે ધર્મ પ્રરૂપેલે છે તે કેઇપણ અંશે બૌદ્ધ ધર્મ નથી એમ ડૉ. ફલીટે સાહેબની ઠેઠ સુધી માન્યતા હતી, કારણ કે તેમાં કયાંય “બુદ્ધ" એ શબ્દ લખેલ નજરે પડતા નથી. અને “સંઘ” શબ્દ પણ માત્ર એક જ વખત વપરાય છે. અને તે પણ એ ખૂણેખાંચરે વપરાય છે કે, તેનું મહત્વ એટલું બધું સ્વીકારી શકાય નહી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com