________________
પપ
સંઘ” શબ્દ બે વાર વપરાયેલે છે. દાક્તર સાહેબને લેખમાં બુદ્ધીશબ્દ છે એની ખબર જ નથી. “સંઘ શબ્દ પણ લેખમાં એક જ વાર આવે છે એમ તેઓ કહે છે. આથી દાક્તર સાહેબે શિલાલેખ જ નથી વાંચે એમ માનીએ તે શું છે?
બ્રહ્મગિરિના લેખમાં ત્રીજી લીટીમાં, સિદ્ધપુરના લેખમાં છઠ્ઠી લીટીમાં, જતિંગાવાળા લેખમાં પાંચમી લીટીમાં, સારનાથના લેખમાં ત્રીજ, ચેથી અને સાતમી લીટીમાં, સાંચીવાળા લેખમાં પહેલી અને ત્રીજી લીટીમાં, કીશામ્બીના લેખમાં ત્રીજી લીટીમાં, માસ્કીવાળા લેખમાં ત્રીજી લીટીમાં અને દિલ્હી–પરાના લેખમાં ૨૫ મી લીટીમાં એમ આ આઠ લેખમાં “સંઘ” શબ્દ ૧૨ વાર વાપરવામાં આવેલ છે. ભાબ્રના લેખ સાથે “સંઘ” શબ્દ અશોકના લેખોમાં કુલે ૧૪ વાર વપરાય છે.
બુદ્ધ” શબ્દ રૂમિની દેવી, નાગાર્જુનની ગુફા અને માસ્કીના લેખમાં બીજી લીટીઓમાં જ વપરાય છે. ભાબુના લેખ સાથે “બુદ્ધ” શબ્દ અશકના લેખોમાં છ વાર વાપરવામાં આવ્યું છે.
ભાબુના આખાયે શિલાલેખ સંબંધી ડે. સાહેબને કેટલે બધે વિભ્રમ છે એ આ સર્વ ઉપરથી નિશ્ચિત થઈ શકે છે.
आकरावति अने आकाराति લેખક મહાશયે રૂદ્રદામાં ક્ષત્રપે જીતેલા કેટલાક દેશો ( પૂર્વ અને પશ્ચિમ આકર, અવંતિ, અનુપ, આનર્ત, સુરાષ્ટ્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com