Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 69
________________ ૫૮ પણ હતી એ ઈતિહાસ આદિમાં સુવિદિત છે. ભગવતીસૂત્રમાં પણ સિંધુ-સૌવિરપતિ ઉદાયનનાં સ્વામીત્વવાળા દેશે વિગેરેને સ્પષ્ટ નિર્દેશ છે. તેમાં “આકર” ને અર્થ સુવ દિ ખાણે” એ કરવામાં આવ્યું છે આમ છતાં, લેખક મહાશયે ઉદાયનના દેશે વિગેરે ગણાવતાં, “આકર” ને અર્થે ખાણને બદલે દેશ જ કર્યો છે આ કેવું કહેવાય? લેખકે “ આકરાવંતિ ” ઉપરાંત, “આકારાવંતિ” શબદ પણ દેશવાચક રૂપમાં વાપર્યો છે. “આકાર' એ શબ્દ દેશવાચક રૂપમાં કદાપિ વપરાતું નથી. મારે એ દેશવાચક શબ્દ જ નથી આથી ગાવાતિ એ લેખકને શબ્દપ્રયોગ જ ખે છે, વળી આકારને અર્થ “સમૂહ” થાય છે તે ઉપરથી, ‘સ્તૂપને સમૂહ” એ અર્થ કરીને લેખકે તેને અર્થ કદાચ સાચી અને જીલ્લાને પ્રદેશ થાય એમ કહ્યું છે એ કેટલું બધું વિચિત્ર કહેવાય? વળી : પૂર્વાપરાકારાવંતિ” ને લેખકે “પૂર્વ અવંતિને પાછલે ભાગ” એ જ અર્થ કર્યો છે એ પણ જેવું તેવું વિચિત્ર નથી. પૂર્વ આકરાવંતિ અને પશ્ચિમ આકરાવંતિ એ નામના કેઈ દેશ જ ન હતા–લેખકે આમ છતાં, એ બનેને દેશે ગણ્યા છે. પૂર્વાપરાકારાવતિને પણ તેમણે એક દેશ કે પ્રદેશ ગણેલ છે. એ લેખક મહાશય શું ન કરે એ સમજવું કલ્પનાતીત થઈ પડે છે. *भगवतीसूत्र ( गुजरात विद्यापीठ-अमदावादवाळु ) पांचमुं अंग, ત્રીનો સંહ. ૬. ૨૨૬.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78