________________
લેખક મહાશય શું કહેવા માગે છે તે સમજવું જ મુશ્કેલ થઈ પડે છે.
તળાવનું નિર્માણ કરનાર અને તેનું સમારકામ કરનારનાં નામે રૂદ્રદામાનાં લેખમાં છે જ. એ નામે અનુક્રમવાર ગણવામાં આવે તે, બિંદુસારનું નામ તેમાં કયાં છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અને લેખમાં બિંદુસારનું નામ જ ન હોય તે, તેમાં તે નામ લેવાની કલ્પના કેવી રીતે કરી શકાય?
સંપ્રતિ મહારાજાને ગર્ભથી માંડીને, રાજલક્ષ્મી વધ્યા જ કરી હતી એમ કહીને, રૂદ્રદામાને ઉતારી પાડવાને લેખકને પ્રયત્ન યથાર્થ નથી. રૂદ્રદામાને આગ રાજલક્ષ્મીની વૃદ્ધિ ન થઈ હતી એમ લેખકે શાથી માની લીધું છે? રૂદ્રદામા અત્યંત સમૃદ્ધ રાજવી હતે એ તે જાણીતું છે. વળી સંપ્રતિ મહારાજાએ લડાઈ સિવાય મનુષ્ય વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું આજીવન પાલન કર્યું હતું એમ લેખક મહાશયે શાથી માની લીધું છે? લેખક મહાશય, એનું કંઈ પણ પ્રમાણ આપી શકે તેમ છે? સુદર્શન તળાવના લેખમાં તે રૂદ્રદામાએ એવી પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું આજીવન પાલન પણ કર્યું હતું એમ સ્પષ્ટ લખ્યું છે (જુએ, ગુજરાતના ઐતિહાસિક લેખ ભા. ૧ પૃ. ૧૧) વળી રૂદ્રદામાનાં જીવનવૃત્તાન્તમાં, એવી પ્રતિજ્ઞાને ઇસારે વટિક નથી તેમજ શક જેવી કર જાતિના રાજા એવી પ્રતિજ્ઞા લે એ સ્વપ્ન પણ માની શકાય તેમ નથી એવું લેખકનું કથન ઠીક નથી. કર જાતિમાં જન્મેલ મનુષ્ય દયાળ ન જ હોય એ નિયમ છે ?
Shree Sudharmāswami Gyanghandar-Umara, Surat
www.umaragyanbhandar.com