________________
૩૯
સંભવિત છે કે, લેખક મહાશયે “વૈશ્ય પુષ્પગુપ્ત' એ નામમાંથી “પુષ્પ” શબ્દ કાઢી નાખીને, “વૈશ્યગુપ્ત” નામ બનાવી દીધું છે.
ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ, ચંદ્રગુપ્તના સમયમાં, તેના સૂબા પુષ્યગુપ્ત કર્યું હતું. અશેકના સમયમાં, તુષાર્ફ નામના તેમના એક અધિકારીએ તે સમરાવીને પૂરું કર્યું હતું. રૂદ્રદામને તે ફરીથી સમરાવ્યું (બંધાવ્યું) હતું. સંપ્રતિ મહારાજાએ તળાવ સમરાવ્યું કે બંધાવ્યું જ નહતું. આથી એનું સમારકામ સંપ્રતિ મહારાજાએ કરાવ્યું હોય તે, તેમાં આશ્ચર્ય જેવું કશું નથી એવું લેખકનું કથન વાસ્તવિક નથી. બીજી વખતનું સમારકામ પ્રિયદશીના સમયમાં કરવામાં આવ્યું હતું એ વાત જ બેટી છે. લેખમાં પ્રિયદર્શીનું તે નામ જ નથી.
લેખકે અશેકના અમલદારનું નામ તુષાફને બદલે તપાસ આપ્યું છે, તુષાસફ એ એક યવન સરદાર (રાજા) હતા.
મહાક્ષત્રપ રૂદ્રદામાએ ફરીથી તળાવ સમરાવ્યું (બંધાવ્યું) તેની યાદમાં, તેમણે એ જ તળાવના કિનારા ઉપર આવેલ જે ખડક ઉપર અશોકના ૧૪ લેખો તેમજ ગુપ્તવંશી રાજા સ્કંદગુપ્તને શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ ઉપરના ભાગમાં, પિતાને લેખ ખોદાવ્યું હતું (મારતીય તિહાસ વી સૂપરેલ્વા, મા ૨, પૃ. ૮૧૪). એ લેખ તેમણે ઈ. સ. ૧૫૦ માં કેતરાવ્યું હતું એમ “વૌદ્વત્રિીને માત ! માં કહ્યું છે. ( જૂઓ 9 ૨૮૭),
Shree Sud armaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com