Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ ૩૮ તેમણે રૂદ્રદામનના શિલાલેખ પરત્વે પણ એવી જ કલ્પનાએ કરી છે. લેખકે ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બાંધનાર ચંદ્રગુપ્ત (જેના સૂબાની દેખરેખ નીચે એ તળાવ બંધાયું હતું તેના) સંબંધમાં, પીટર્સન સાહેબનાં ભાષાન્તરને હવાલે ખેટે આપે છે. પીટર્સન સાહેબે કરેલું ભાષાન્તર, લેખકે જણાવ્યું છે તે કરતાં જુદું જ છે. એ ભાષાન્તર નીચે પ્રમાણે છે – (વૈ)ના પુષ્પગુપ્લેન P. 18. ( Vai) sya Pushyagupta. P. 20. -A Collection of Prakrit and Sanskrit Inscriptions. પીટર્સન સાહેબ જેમને પુષ્પગુપ્ત કે પુષ્યગુપ્ત કહે છે તેમને લેખક મહાશય વૈશ્યગુપ્ત કહે છે. તેઓ એટલેથી જ અટકયા નથી. વૈશ્યગુપ્ત તે વિષ્ણુગુપ્ત (ચાણક્ય) હોય એમ પણ તેઓ માને છે. લેખકની કલ્પનાઓ કેવી છે તેનું પણ આ એક સુંદર ઉદાહરણ છે. વળી લેખકે મૂળ લિપિ (લેખ) તપાસી હેવાનું કહીને, તેમાં વૈશ્યગુપ્ત નામ હોવાનું તેમણે જણાવ્યું છે. પણ તેમણે ખરી રીતે મૂળ લિપિ વાંચી હોય એમ જણાતું જ નથી. મૂળમાં તે પુષ્યગુપ્ત નામ છે લેખક મહાશયે પ્રમાણભૂત નવાં સાધને તપાસ્યાં હોત તે, આવી રીતે ખોટું નામ ગ્રહણ કરવાને સંભવ જ ન હતું. આમ છતાં, તેમણે research (અવેષણ) કરેલ હોવાનું કહ્યું છે એ કેવું કહેવાય ? Shree Sudharmaswami Gyandh'andar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78