Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 7
________________ જોઈએ; કારણ કે ઘણી વાર વા. મે. શાહ કહેતા હોય એક વસ્તુ અને શબ્દોના ખાંને વળગી રહેવાની ટેવવાળા વાચકે સમજી બેસે બીજી જ વસ્તુ. એમ ન થાય એટલા ખાતર તેઓએ સમજવું જોઈએ કે લેખકે લખવા ખાતર કદી પણ લખ્યું નથી. તેઓ તો હરહમેશ કહેતા આવ્યા છે કે – જે શકિતથી સંતાન અથવા મનુષ્યસૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે, તે જ શક્તિથી ભાવનાસૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે,––માત્ર દિશાઓ જૂદી છે. એટલે “સૃષ્ટિ રચ” એવો અવાજ અંતરના ભોંયરામાંથી જહાં સુધી નીકળે નહિ, સૃજવાની “તાલાવેલી ” અને “ઝણઝણ” તેમજ “મસ્તી’: જહાં સુધી પ્રગટ થાય નહિ હાં સુધી ભગવતી લેખિની કે ભગવતી ભામિનીને સ્પર્શ કરવાનું જેઓ મેકુફ ન રાખી શકે તેઓ તે દેવીઓના દ્રોહી અને વાસનાઓના દાસ છે.” સાથે સાથે એ પણ કહી લેવું આવશ્યક છે કે આવા ધ્યેયવાળા લેખકના લખાણને સમજવા માટે તેમજ તેને હજમ કરવા માટે વાચક પાસે પોતીકા જ દાંત અને પિતીકાં જ જડબાં “જોઇશે', ભાડૂતી દાંત કે ચોગઠાં નહિ ચાલે. આ પુસ્તકની હજારે પ્રતે વિનામૂલ્ય વહેંચાવાની જરૂર છે, આ પુણ્યકાર્ય માટે જેઓ તૈયાર હશે તેઓને આ પુસ્તકની સામટી પ્રત લગભગ પડતર કિંમતે મળી શકશે. છેવટમાં એ પણ જણાવવું જરૂરનું છે કે પુસ્તકનાં કુફ તપાસવામાં પૂરતી કાળજી રાખવા છતાં પ્રેસના માણસોની બેકાળજીથી ભૂલે રહી જવા પામે છે, જે વાચક સુધારીને વાંચશે એવી આશા છે. ઘાટકોપર શકરાભાઈ મેતીલાલ શાહ જુલાઈ, ૧૯૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102