Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 6
________________ હારા કાનમાં કહે છે, અને તે કર્તવ્ય બીજું કોઈ નહિ પણ હિંદને એક નૂતન આદર્શ આપવાનું છે. આ રસ્તે મહે કેટલાક પંથ કાપે છે, છૂટાંછવાયાં લખાણો કર્યો છે અને ભવિષ્યમાં એક “શાસ્ત્ર” રૂપે આદર્શ રજુ કરવાનો સંકલ્પ છે. હાલમાં તો એ શાસ્ત્રની પ્રસ્તાવનાની ગરજ સારે એ મતલબથી આ બહાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.” બાર વર્ષ ઉપર અપાયેલા એ છગરના કોલને તેઓએ ગઈ દીપોત્સવીને શુભ ટાંકણે-ત્રણ માસની માંદગીના બીછાનેથીઆ પુસ્તક લખીને પાળે છે. પરંતુ આ પુસ્તકના છેલ્લાં બે પ્રકરણ “માવના' અને “મુક્તિ”ની તો માત્ર રૂપરેખા જ તેઓ લખી શકેલા, એ સૂત્રોનું નિરૂપણ તો અધૂરું જ રહેલું. કારણ કે થોડા જ દિવસોમાં અધૂરાં રાખેલાં એ ભાવના અને મુજના સૂત્રને સાથે રાખીને તેઓશ્રી દિવ્ય–દેવની દીપોત્સવી (તા. ૨૧–૧૧–૩૧)ની રાત્રીના બાર વાગ્યાના છેલ્લા–બારમા ટકોરે મુક્તિને વર્યા. જનતાને “ઘેટાં' અને હેમના ગુરૂઓને તેમજ નેતાઓને “ભરવાડ” કહેનાર અને કીડામાંથી દેવ બનવાની અને ખી સમજણ આપવાને અખંડ પ્રયાસ કરનારની “મુક્તિ” દિવ્ય–દેવની દીપોત્સવીએ જ થાય એ તદન સ્વાભાવિક છે. આ પુસ્તકના છેલ્લાં બે પ્રકરણ --ભાવના” અને “મુકિતની ટૂંકી રૂપરેખાઓ–જેવા રૂપમાં લખાયેલાં છે તે જ પ્રમાણે પ્રકટ કરવાનું ઉચિત ધાર્યું છે. કારણ કે સદ્દગતના જૂના લખા માંથી એને લગતાં સૂત્રોની ચૂંટણી કરીને ત્યાં મૂકવા જતાં હેમના લખાણનો આત્મા બેડોળ થવા સંભવ રહે છે. આ પુસ્તક વાંચનારે શબ્દોના ખોખાને વળગી ન રહેતાં, એ શબ્દની પાછળ રહેલા ભાવોને––ગર્ભને પકડી પાડતાં શિખવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102