Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar Author(s): Vadilal Motilal Shah Publisher: Shakrabhai Motilal Shah View full book textPage 4
________________ પ્રસિધ્ધકર્તાનું નિવેદન આ પુસ્તકના લેખક સદૂગત શ્રી વી. એ. શાહનું પ્રથમ પુસ્તક “મધુમક્ષિકા' જે લખાયું હતું સન ૧૮૯૮ માં, અને છેલ્લું પુસ્તક આ “ આર્યધર્મ” તે લખાયું છે સન ૧૯૩૧ માં. મધુમક્ષિકા ” લખાયું હતું વર્તમાન યુવક-યુવતીઓને માર્ગદર્શક ભોમીઆની ગરજ પૂરી પાડવાના સાધન તરીકે, જ્યારે “આર્યધર્મ લખાયું છે હિંદને ગુલામગીરીમાંથી મુક્ત કરવા–ભવિષ્યના સાચા આર્ય-આર્યાઓ ઉપજાવવા માટે. એટલે વર્તમાન યુવક-યુવતીઓને છોડીને ભવિષ્યના આર્ય–આર્યાએ ઉપજાવવાના માર્ગદર્શક વિચારે જનસમાજ સમક્ષ મૂકવા જેટલે નિશ્ચય કરવા માટે લેખકને ૩૪ વર્ષ જેટલું લાંબો સમય ગાળ પડ્યો હતો. અને એ લાંબા અરસા દરમ્યાન લેખકને જીવનના અનેક તબક્કાઓ પસાર કરવા પડ્યા હતા, કેટલા ય ખાડા-ટેકરાઓ ઓળંગવા પડયા હતા, તડકી-છાંયડીને અવનવે અનુભવ પણ લેવો પડ્યો હતો, એક ધર્મપંથના અભ્યાસક તેમજ સમાજ સુધારક તરીકે જીવન શરૂ કરનાર એ લેખકને જીંદગીને મહટ ભાગ વાચન, મનન, લેખન, વસ્તૃત્વ પાછળ જ આપવો પડે હતો. જે વખત દરમ્યાન તેઓએ ગૂજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીઃ એમ જુદી જુદી ભાષાઓમાં લગભગ પિણે જેટલાં પુસ્તક લખ્યાં હતાં અને આશરે સે જેટલાં પુસ્તકનું સંપાદન કાર્ય બજાવવું પડયું હતું; સાત વર્ષ સુધી હિંદીગૂજરાતી સાપ્તાહિક, ચાર વર્ષ સુધી હિંદી પાક્ષિક અને ત્રેવીસ વર્ષ સુધી માસિકપત્રઃ ઈત્યાદિનું સંપાદન તેઓએ કર્યું હતું; કેટલાય સમાજસુધારા પિતાના જ ઘરથી શરૂ કરી જનતા પાસે હેન અમલ કરાવવામાં ફતેહમંદ થયા હતા, વિવિધ જૈન કૅન્ફરન્સના પ્રમુખ તરીકે તેમજ જૂદી જૂદી કોની કોન્ફરન્સના પ્રમુખના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 102