________________
રીયલ ધર્મ રીલેટિવ ધર્મ
૧૩
આપ્તવાણી-૨
જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રકા કરે, નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.
પુરુષ થયા વિણ પુરુષાર્થ શો ? એક મોટા પ્રોફેસર મારી પાસે આવ્યા. તેમને મનમાં જરા કેફ કે ‘હું કંઇક જાણું છું’ અને ‘હું કંઇક પુરુષાર્થ કરું છું.’ તેમને મેં પૂછ્યું : ‘તમે શું કરો છો ? શો પુરુષાર્થ કરો છો ?” તેમણે કહ્નાં : “આત્મા માટે જ બધો પુરુષાર્થ કરું છું.’ ત્યારે મેં પૂછયું : ‘પણ પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય? પ્રકૃતિ નચાવે તેમ તમે નાચો છો અને કહો છો કે, “હું નાચ્યો.'
આખા વિશ્વને હું ચેલેન્જ આપું છું કે, આ બધું તમે જે કરો છો તે તમારી પોતાની’ શક્તિ ન હોય. અરે, ઝાડે ફરવાની પણ સત્તા તમારામાં નથી. વડોદરાના મોટા મોટા ડૉક્ટરોને ભેગા કરીને મેં પૂછયું કે, તમે કહો છો કે અમે ભલભલાને ઝાડો કરાવીએ, પણ તે તમારી સત્તા ખરી ? ત્યારે તેમણે કહ્યું કે, “એ તો અમે જ કરાવીએ ને ?” ત્યારે મેં તેમને કહેલું કે, ‘તમને પોતાને જ ઝાડે ફરવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી તો બીજાને શું કરાવશો ? એ તો તમને અટકશે ત્યારે ખબર પડશે કે, મારી શક્તિ નહોતી ! આ તો બધું પ્રકૃતિ કરાવડાવે છે ને અહંકારીઓ અહંકાર કરે છે કે, “મેં કર્યું !”
કરી નાખે! એટલે એને ભગવાને ગજસ્નાનવત્ કડ્યાં છે. ગજજ્ઞાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી ન્યાય અને બહાર નીકળી ને ધૂળ ઉડાડે શરીર પર, તેવી દશા છે આ મનુષ્યોની! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે. મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ. બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી. બધા પ્રકૃતિ-જ્ઞાનવાળા મનમાં શું બોલે, “હું બધું જાણી ગયો!' અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તે ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, “મેં કર્યું. પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે, ને કહેશે, “હું ઉડ્યો.' ઊંઘાડેય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે “હું ઊંધી ગયો !”
બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તોય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! આત્મજ્ઞાન અને પ્રાકૃતજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળાં દેખાય. પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું
લેવલ.
કેફ ચઢાવે તે પ્રાકૃતજ્ઞાત મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જ જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઇ કુસંગ મળી જાય તો જાડી
પ્રશ્નકર્તા : શું શાસ્ત્ર ભણ્યાથી પણ અહંકાર વધે ?
દાદાશ્રી : હા, કારણ કે એ પ્રાકૃતજ્ઞાન છે, એટલે એ બધાનો કેફ ચઢે કે હું જાણું છું, હું જાણું છું.” અલ્યા, શું જાણ્યું તે ? કઢાપો-અજંપો તો જતો નથી તારો. પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ! ને ‘જ્ઞાની પુરુષ' ને એમના હીરા ખોવાય તોય કશુંય ના થાય. આ તો એમનું ક્યાં જ્ઞાન રહે ? ‘હું કંઇક જાણું છું એટલું જ.
આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજ, આચાર્યો એ બધા કેફમાં જ રહે છે. ‘હું જાણું છું’ એ એની જોખમદારી પર બોલે છે ને! આપણી જોખમદારી ઓછી છે એમાં! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્ના છે.