Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 256
________________ 'શંકા--નયપ્રમાણમાં પહેલાં તો કહેવામાં આવ્યાં છે, તેમ જ વર્ષમાણુ ચતુર્થ નયલક્ષણમાં અને મૂલાનુગદ્વારમાં આ નય પણ કહેવામાં આવશે પછી અહીં તેમનું ઉપાદન કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર–પ્રથમ નય રૂ૫ પ્રમાણદ્વારમાં નાનું કેવળ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અહીં તે નયોને સમાવતાર તેમ જ કો નય ક્યા સામાયિકને માને છે, આ બધું કહેવામાં આવે છે. એટલા માટે આ વિષયને કહેવા માટે આ કારનું કથન આવશ્યક માનવામાં આવ્યું છે. તેમ જ વયમાણુ જે મૂલહારે છે, તેમાં જે નય છે, તે દરેકે દરેક પદમાં સૂત્રાર્થને વિષય બનાવનાર કહેવામાં આવેલ છે. અને અહીં તે સામાયિક સમુદાયના માત્ર અર્થ ને વિષય બનાવનારા કહેવામાં આવ્યા છે, એથી અહી પુનરૂક્તિ દેષની પ્રસક્તિ થવાની સંભાવના નથી. તેમ જ તે નાના સમવતાર પણ કહેવા જોઈએ. એટલે કે ગમ વગેરે નયને જ્યાં સમવતાર-અન્તર્ભાવ સંભવિત હોય, ત્યાં તે બતાવવું જોઈએ. તદુકતમ ઈત્યાદિ આ ગાથાને ભાવ આ પ્રમાણે છે કે “કાલિક શ્રુત મૂહનયિક છે, અવિભક્ત નોથી યુક્ત છે, એથી આ કાલિક શ્રુતમાં નોને સમાવતાર હોતો નથી. તથા ચરણ, કરણ, ધર્મકથા ગણિત અને દ્રવ્યાનુગ રૂપ જે ચાર અનુગ છે, તેમની અપ્રથગવસ્થામાં નયાને સમાવતાર દરેકે દરેક સૂત્રમાં હોય છે. તેમ જ એમની પૃથ અવસ્થામાં નાને સમાવતાર થતું નથી. અહીં આમ સમજવું જોઈએ-પહેલા ચરણ કરણ વગેરે ચારે ચાર અનુગમાં પૃથકતા ન હતી. એટલે કે અપૃથક્તા હતી. તે આ અપૃથગાવસ્થામાં– અભિન્નતામાં દરેકે દરેક સૂત્રમાં ચાર ચાર અનુયેગેને સમાવતાર થઈ જતે હત આ અવતારમાં નાનો અવહાર નિશ્ચિત હતું, પરંતુ કાળ પ્રભાવથી શિજોની બુદ્ધિમાં મંદતા આવતી ગઈ, આ બુદ્ધિ મંદતા જોઈને તથા નય સંબંધી વિચાર બાહુને અને તેમાં અનુગમતાને જાણીને પ્રાચીન આચાર્યોએ પૃથક પૃથક્ રૂપમાં ચાર અનુગે વ્યવસ્થાપિત કરી દીધા. આમાં જે ચરણું 'કરણનુયંગ છે, તેમાં આચારાંગસૂત્ર, પ્રશનવ્યાકરણ એ બને અંગસૂત્રો, દશવૈકાલિક મૂલ સૂત્ર બૃહત્કલપ વગેરે ચાર છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર આ આઠ સૂત્ર છે. ધર્મકથાનુગમાં જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદુર્દશાંગ, અનુત્તરપત્તિક દશાંગ, અને વિપાકસૂત્ર આ પાંચ અંગસૂત્ર તથા પપત્તિકસૂત્ર, રાજકીય સૂત્ર અને નિરયાવલિકા આદિરૂપ ઉપાંગસૂત્રો, આ ૭ ઉપાંગ સૂત્રો, તથા ઉત્તરાધ્યયન રૂપ મૂળ સૂત્ર આ પ્રમાણે આ બધાં ૧૩ સૂત્રો છે. ગણિતાનુયેગમાં જબૂલીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રષિ, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૪

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295