________________
ત્રિવિધ-કુત, કારિત અને અનુમોદનાથી છે, એથી આ સાવદ્યાગ પરિત્યાગ સર્વ શબ્દથી વર્જિત છે. આ પ્રમાણે બે ઘડી કાળ સુધી ગૃહસ્થને કિવિધ સાવઘગને ત્રિવિધથી ત્યાગ કરીને સામાયિક કરવું જોઈએ.
શંક-ગૃહસ્થ પણ સર્વ સાવદ્યોગને પરિત્યાગ કરીને સામાયિક કરે તે, તેમાં શી હાનિ છે?
ઉત્તર-મનુષ્ય સ્વશક્તિ વડે થવા ગ્ય ક્રિયાને કરવા માટે જ પ્રવૃત્ત હોય છે. જે પોતાની શક્તિની બહારનું કામ છે, તેમાં તે પ્રવૃત્ત થતું નથી એથી ગૃહસ્થના સર્વ સાવદ્યોગને પરિત્યાગ થ, તેની શક્તિની બહારની વાત છે, કેમ કે પર્વ પ્રવૃત્ત સાવદ્યોગમાં અભિવૃંગને માનસિક વિચાર ધારાને ત્યજવામાં સમર્થ નથી. એટલે કે મનથી તે ત્રિકાટિપૂર્વક સાવધયોગનો પરિત્યાગ કરી શક્તા નથી. એથી તે ત્રિવિધ સાવઘગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરતું નથી.
શકાદ-ગૃહસ્થના ત્રિવિધ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન પણ આગમમાં જવામાં આવે છે, જેમ કે ભગવતી સૂત્રમાં (શ૦ ૮ ઉ. ૫) “મણોવાસ રણ જો સંસે! પુરવમેવ મૂરું પાળારૂના અપવાદ” ઈત્યાદિ આ પાઠ આવેલ છે, આ પાઠથી આ વાત પણ જાણવામાં આવે છે કે “શ્રાવક જે સામાયિકમાં સાવધગને પરિત્યાગ કરે છે, તે મન, વચન અને કાયથી કરે છે. ત્રિકટીથી કરે છે. આ પ્રમાણે સાવદ્યાગને ત્યાગ ત્યાં સર્વ પ્રકારથી જ્યારે પ્રમાણિત હોય છે, ત્યારે તમે આમ કેમ કહે છે કે “શ્રાવકને સામાયિક વિષ સાવઘગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરીને કરવું જોઈએ.
ઉત્તર:–ભગવતીસૂત્રમાં જે તે ત્રિવિધ સાવદ્યોગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરીને કથન છે, તે સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ વગેરેનું જ છે. જેમ કઈ શ્રાવક સિંહ, સરભ, ગજ આદિના અતિ બાદર રૂપ વધાદિક, મઘ માંસ વગેરે અગ્રાહ્ય છે. તેમને અને અપ્રાપ્ય સ્વયંભૂરમણ સમુદ્રના અભ્યાદિના વધાદિનો ત્યાગ મન, વચન અને કાયથી કૃત, કારિત અનુમોદના પૂર્વક કરી નાખે છે, તે આ વાત સર્વથા રૂપમાં સાવદ્યાગ વિષયક માનવામાં આવી શકતી નથી. અહીં આ વાત સમજવી આવશ્યક છે કે ૧૧ મી પ્રતિમાનું વહન કરતી વખતે અને ભક્તપ્રત્યાખ્યાન સંથારાના સમયે શ્રાવકને પણ પ્રાણાતિપાતાદિના ત્રણ કરણ, ત્રણ ગણી પ્રત્યાખ્યાન હોય છે. આ પ્રમાણે આ ૧૫ માં દ્વારનું વિવેચન છે. ૧૫
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૮