Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 277
________________ બની રહે છે. તદુકતમ-મારવાdi' ઈત્યાદિ ગાથાને ભાવાર્થ એજ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં ગાથામાં ચારિત્રપદથી દેશવિરતિ, સર્વવિરતિ એ બે સામાયિકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે આ ૨૨ મું દ્વાર છે. તથા આ ૨૩ માં દ્વારમાં સૂત્રકાર આમ કહે છે કે કેટલા ભવમાં એક જીવ ચારેચાર સામાયિકને પ્રતિપત્તા હોય છે. જેમ ક્ષેત્ર ૫૫મના અસંખ્યાતમાં ભાગમાં જેટલા નભ પ્રદેશ હોય છે, તેટલા ભવમાં ઉત્કૃષ્ટથી સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકને એક જીવ પ્રતિપત્તા હોય છે અને કમમાં કમ એક ભાવમાં હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. અહીં સમ્યક્ત્વ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાત ભવાની અપેક્ષાએ દેશ વિરતિ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાતભવ લઘુતર હોય છે. આમ જાણવું જોઈએ. એક જીવ ચારિત્રસામાયિકના પ્રતિપત્તા ઉત્કૃષ્ટથી આઠ ભાવમાં અને જઘન્યથી એકભાવમાં હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. એક જીવ શ્રતસામાયિકને પ્રતિપત્તા ઉત્કૃષ્ટથી અનંતભવમાં હોય છે. આ મિથ્યાશ્રતની અપેક્ષા જાણવું જોઈએ. તેમ જ જઘન્યની અપેક્ષા તે એક ભવમાં શ્રતસામાયિકના પ્રતિપત્તા હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. તદુકતમ-મરવિવા’ ઈત્યાદિ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણે આ ૨૩ મું દ્વાર છે. તથા આકર્ષકનું કથન કરવું જોઈએ એક ભવમાં અથવા અનેક ભમાં વારંવાર સામાયિકનું ગ્રહણ કરવું તે આકર્ષક છે. જેમ સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકાના આકર્ષક એક ભવમાં ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય છે. સર્વવિરતિ સામાયિકના આકર્ષે ઉત્કૃષ્ટથી એક ભવમાં શતપૃથકત્વ હોય છે. જઘન્યથી સમસ્ત સામાયિકના આકર્ષ એક ભવમાં એક જ હોય છે. તથા સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બને સામાયિકના આકર્ષે અનેક પ્રકારના છની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી અસંખ્યાત સહેય પૃથક્ય હોય છે. સર્વવિરતિ સામાયિકના અનેક ભવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ આકર્ષ સહઅપૃથકૃત્વ હોય છે. સામાન્યથી અક્ષરાત્મક શ્રતસામાયિ. કના આ કર્ષક અનેક ભવમાં ઉત્કૃષ્ટ રૂપથી અનંત હોય છે. તદુત-તિરું તફહ ઉત્તે’ ઈત્યાદિ એ બન્ને ગાથાઓને અર્થ આ પૂર્વોક્ત રૂપમાં જ છે, આ પ્રમાણે આ ૨૪ મું દ્વાર છે, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૫

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295