Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 292
________________ ક્રિયાને લઈને કહ્યું છે. આ પ્રમાણે જે ક્રિયાનયમાં પ્રધાન કહેવામાં આવી છે, તે ક્ષાપશનિક ક્રિયાના આધારે તો આવે જ છે, પરંતુ જે ક્ષાયિક ક્રિયા છે, તેના આધારે પણ તેમાં પ્રધાનતા આવી જાય છે. જેમ અહંત ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા તે ભગવાન અરિહંત પ્રભુ પણ જ્યાં સુધી સકળ કર્મક્ષપણુમાં સમર્થ શિલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ચારિત્ર ક્રિયાને પ્રાપ્ત કરી લેતા નથી, ત્યાં સુધી તે મુકિત મેળવી શકતા નથી. એથી એ જ માની લેવું જોઈએ. કે પુરૂષાર્થ સિદ્ધિમાં મુખ્ય કારણ ક્રિયા જ છે. આ વાત જવામાં આવે છે કે જે જેના સમનત્તર કાળમાં ઉત્પન્ન થાય છે તેને તે કારણકે માનવામાં આવે છે. જેમાં પ્રતિબંધક કાર થિાના અભાવે અન્યાવસ્થા પ્રાપ્ત પૃથિવ્યાધિરૂપ સામગ્રીના સમનત્તર કાળમાં ઉત્પન્ન થયેલ અંકુર તત્કારક હોય છે. આ પ્રમાણે ક્રિયાના સમનન્તર કાળમાં થનારી પુરૂષાર્થે સિદ્ધિપણુ તત્કારક જ માનવામાં આવે છે. આ પ્રમાણે આ ક્રિયાનય ચતુર્વિધ સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામા વિકેને જ માને છે. કેમકે એ બન્ને સામાયિકે કિયારૂપ છે. એથી એમનામાં મુકિત પ્રાપ્તિના પ્રતિ પ્રધાન કારણતા છે, એવી આ નય વ્યવસ્થા બતાવે છે. તથા સમ્યફવસામાયિક શ્રુતસામાયિક એ બે સામાયિક ફકત એના ઉપકારક છે. એથી મુકિત પ્રાપ્તિમાં એઓ સાક્ષાત્કાર નહિ પણ ગૌકારણે છે. એટલા માટે ક્રિયાનયની દૃષ્ટિમાં એમની માન્યતા નથી. આ પ્રમાણે આ દ્વિતીય પક્ષ છે. અહી' જ્ઞાનનય અને ક્રિયાનય એ બને ન કહેવામાં આવ્યા છે. ત્યારે શિષ્યને આ વિષે સંદેહ ઉત્પન્ન થાય છે કે, આમાંથી કયે ગ્રાહ્ય અને કયી અગ્રાહ્ય-ઉપેક્ષણ્ય-છે એથી સૂત્રકાર સ્વસ મત પક્ષને પ્રકટ કરવા માટે કહે છે કે-(હર્ષિ જ નથાળ જલવિહવટવર્થ નિgifમા તેં દવા વિરુદ્ધ જ નાળિો સાદુ) વતત્ર સામાન્ય અને વિશેષવાદીઓની નામ સ્થાપના વગેરે વાદીઓની અથવા સમસ્તનની વકત વ્યતાને પરસ્પર વિધિની ઉક્તિને સાંભળીને ભાવસાધુને જોઈએ કે તે સર્વનય સમ્મત વિશુદ્ધ સિદ્ધાન્તને ગ્રહણ કરે. કેમકે તેના જ આશ્રયથી તે ક્રિયા અને જ્ઞાન એમનામાં સ્થિત થઈ શકે છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે ક્રિયા અને જ્ઞાન એ બને પરસ્પર નિરપેક્ષ થઈને સકલ પુરૂષાર્થની સિદ્ધિના કારણે સંભવી શકતાં નથી, એ બન્ને મળીને જ થઈ શકે છે. આ પ્રમાણે આ વાતને જાણનારે ભાવસાધુ જ મોક્ષાસાધક થઈ શકે છે, કેમકે તે પિતાના જીવનમાં ક્રિયા અને જ્ઞાન એ બન્નેને આરાધક હોય છે. ફકત ક્રિયાવિહીન જ્ઞાનની આરાધનાથી મુક્તિ મળતી નથી. પહેલાં જે અમને એક નયે મુકિત સાધકતા કહી છે, તે કઈ રીતે યુકિત. યુકત નથી તે આ પ્રમાણે જાણવું જોઈએ. જ્ઞાનનયને લઈને જ્ઞાનવાદીએ જે આ કહ્યું છે કે જે જે અવિનાભાવી હોય છે તે તત્કારક હોય છે, તે આવું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૮૦

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295