Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 286
________________ છે, વ્યંજન અને અર્થ એ એ તદુભય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ નય શબ્દને અર્થથી અર્થને શબ્દની સાથે વિશેષિત કરે છે, એજ સામાન્ય રૂપથી ગાથાને અર્થ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ નય આટલી બધી ગંભીરતાથી શબ્દના અર્થ અને તે અર્થને કહેનાર શબ્દ વિષે વિચાર કરે છે કે પછી તે વિષે કઈપણ જાતની ક૯પના જ સંભવી શકે નહિ. તણ પણ અહીં પરાજિત થઈ જાય છે. તે કહે છે કે જે વ્યુત્પત્તિ ભેદથી ભેદ માની શકાય તે આ પ્રમાણે પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટિત થતું હોય તે જ તે શબ્દને તે અર્થ વાગ્યરૂપથી સ્વીકાર કરવો જોઈએ. તથા તે શબ્દ વડે તે અર્થનું પ્રતિપાદન કરવું જોઈએ. અન્યથા નહિ. એજ આ ગાથાને ભાવાર્થ છે. જે ક્રિયા વિશિષ્ટ વસ્તુ શબ્દ વડે પ્રતિપાદિત કરવામાં આવે છે, તે ક્રિયાને કરતી તે વસ્તુ એવંભૂત કહેવામાં આવે છે. કેમ કે તે વસ્તુને શબ્દથી કહેવામાં આવેલ છે. તે પ્રકારના ચેષ્ટા ક્રિયા વગેરે રૂપ પ્રકારને ભૂત પ્રાપ્ત થઈ રહી છે. એથી તે એવં ભૂત છે. એવી એવંભૂતની વ્યુત્પત્તિ છે. આ એવંભૂત વરતુને પ્રતિપાદક જે નય. છે. તેને પણ ઉપચારથી એવભૂત કહેવામાં આવે છે. અથવા શબ્દની ચેષ્ટા ક્રિયદિક પ્રકાર કહેવામાં આવે છે તે પ્રમાણે જ વિશિષ્ટ વસ્તુને જ આ નયમાં અયુપગમ છે. આ કારણથી “ઘ' આ શબ્દ વડે પ્રતિપાદ્ય જે ચેષ્ટા ક્રિયાદિક પ્રકાર છે, તે આ નયમાં ચાલુ કરવામાં આવેલ છે. જેથી તે પ્રકારને જે નય પ્રાપ્ત કરે છે, તે એવભૂત છે. અહીં ઉપચાર શ્રેય ગ્રહણ કરવામાં આવેલ નથી. આ પ્રમાણે આ “giષર' શબ્દની વ્યુત્પત્તિ જાણવી જોઈએ. આ નય “ઘરને દૂતિ કર' આ યુત્પત્તિ અજબ જ ઘટ ઘટ માનશે એટલે કે જ્યારે તે સ્ત્રીના મસ્તક પર મૂકેલ હશે જલાવાહરણ ક્રિયારૂપ ચેષ્ટાશાલી હશે. ત્યારે જ તે ઘટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તના આધારે ઘટ શબ્દને વાય થશે. આમ આ માને છે. જે તે ઘટ કેઈ બીજા સ્થાને મૂકવામાં આવેલ હોય અને જલાવાહરણ ક્રિયા રૂપ ચેષ્ટાથી શૂન્ય હોય છે તે આ નયની દષ્ટિમાં ઘટ કહેવાશે નહિ. તથા જ્યારે ઘટ આ જાતની ચેષ્ટામાં રત થઈ રહેલ હશે ત્યારે જ તેને ઘટ શબદ ‘વ’ કહેશે, પરંતુ જ્યારે તે આ જાતની ચેષ્ટા કરતો નહીં હોય ત્યારે તે ઘટ શબ્દ વાચક નહીં થશે. એવી પણ આ નયની માન્યતા છે. આ પ્રમાણે આ નયના મત મુજબ તથાવિધ ચેષ્ટાને અભાવ હોવાથી ઘટ પદાર્થમાં ઘટવ અને ઘટ શબ્દમાં ઘટ પદાર્થ વાચકત્વ નહિ થાય, એ આ ગાથાને અભિપ્રાય છે. આ પ્રમાણે આ સાત મૂલ ન કહેવામાં આવ્યા છે. એમના ઉત્તરોત્તર ભેદ પ્રભેદ અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવા જોઈએ. આ ન ક્યારે પરસ્પર નિરપેક્ષ રહે છે ત્યારે તેને દુનય-નયાભાસ કહેવામાં આવે છે, અને જ્યારે એઓ પરસ્પર સાપેક્ષવાદથી મુદ્રિત થાય છે, ત્યારે એમાં સુનય કહેવાય છે. આ સર્વે મિલિત સુનથી ચાલ્વાદુ બને છે. અહીં કે શંકા કરે છે કે જે નય અહીં કહેવામાં આવ્યા છેપ્રસ્તુત પ્રકરણ સાથે તેમને શો સંબંધ છે? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૪

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295