________________
એક છે, તે શબ્દના વાસ્વાર્થમાં ભિન્નતા નથી. આ પ્રમાણે રૂદ્રા, શi gવા આ શબ્દોના વાર્થ એક જ છે. કેમકે આ શબ્દોમાં લિંગ અને વચનની સમાનતા છે. (વધૂનો સંક્રમ ઘોર અવસૂના રામમિ. હા વંઝા અરથ તમથે ઘધંગો વિષે) સમધિરૂઢ નયમાં ઈન્દ્રાદિરૂપ વસ્તુનું અન્યત્ર શકાદિમાં સંક્રમણ-અવસ્તુ-અવાસ્તવિક હોય
છે, એવી આ નયની માન્યતા છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે શાબ્દિક ધર્મ ભેદના આધાર પર અર્થભેદ કરનારી બુદ્ધિ જ જ્યારે વધારે આગળ વધીને વ્યુત્પત્તિ ભેદના આશ્રયે રહેવા તત્પર થાય છે. અને આમ માન્યા પછી કે “તારમેન બિરતરથા નાથવિરોઘાન સમમિતિ રૂત્તિ સમમિઢ ' જ્યાં અનેક ભિન્ન ભિન્ન શબ્દોને એક જ અર્થ માનવામાં આવે છે
ત્યાં પણ વાસ્તવમાં તે બધા શબ્દને એક જ અર્થ સંભવી શકે જ નહિ, પરંતુ ભિન્ન ભિન્ન અર્થ જ હોય છે. કેમ કે આ નયની વ્યુત્પત્તિ એવી જ છે. શબ્દ નય ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોને વાગ્યાથ એક ઇન્દ્રરૂપ - अं० १११ પદાર્થ માને છે. પરંતુ આ નય આ તર્ક કરે છે કે જ્યારે લિંગાદિ ભેદથી અર્થ ભેદ હોય છે. ત્યારે શબ્દ ભેદથી પણ અર્થ ભેદ કેમ નહીં હોય. ચેકકસ થશે જ. એથી જ આ નય શબ્દનયની અપેક્ષાએ વિશુદ્ધતર માનવામાં આવે છે. કેમ કે શબ્દનયમાં તે શબ્દોની પિતાના અર્થમાં પ્રવૃત્તિનું નિમિત્ત છે જ નહિ અને આ નયમાં છે. એથી પ્રવૃત્તિનું નિમિત્ત જ્યારે ભિન્ન ભિન છે ત્યારે મનુજ આદિ શબ્દની જેમ તે શબ્દને વાચ્યાર્થ પણ ભિન્ન ભિન્ન જ છે. એ કેવી રીતે સંભવી શકે છે? જેમ “નરીતિ- જે પરમેશ્વર્યની અનુભૂતિ કરે છે, તે ઈન્દ્ર છે. “ોતીતિ = જે શક્તિશાળી હોય છે, તે શકે છે. “પુ રાયતરિ પુર ” જે પુરને વિદ્યારિત કરે છે તે પુરંદર છે. આ પ્રમાણે આ નય આ ઈન્દ્ર શક્રાદિ એકાઈંક શબ્દને પણ વ્યુત્પત્તિ મુજબ ભિન્ન ભિન્ન જ અર્થ કરે છે. કેમકે અહિયાં પરઐશ્વર્યાદિક પ્રવૃત્તિના નિમિત્તે ભિન્ન ભિન્ન છે. શબ્દની પ્રવૃત્તિના નિમિત્તે પરમેશ્વર્યાદિક ભિન્ન હોવા છતાંએ જે ઈન્દ્રાદિક શબ્દોને વાચ્યર્થ એક જ માનવામાં આવે તે ઘટ-પટ વગેરે શબ્દોને પણ અર્થ એક થવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. શબદ નયમાં વિશુદ્ધતરતાનો અભાવ હોવાથી તે નયની માન્યતા મુજબ ઈન્દ્ર, શક્ર આ બે શબ્દમાં એકાળું વાસ્થતા સ્વીકાર કરીને “પરઐશ્વર્યા રૂપ ઈન્દ્ર વસ્તુનું શકન લક્ષણ શક વવન્તરમાં સંક્રમણ કરી લેવામાં આવે છે. તે આ સંક્રમણ આ સમભરૂઢ નયની માન્યતામાં અસંભવિત હોવાથી અવાસ્તવિક છે. કેમ કે જે પરમેશ્વય પર્યાય છે, તે જ શકન પર્યાયમાં હોઈ શકે જ નહિ, નહીંતર સમસ્ત પર્યાચામાં એકત્ર આવવાથી સંકરતાને પ્રસંગે ઉપસ્થિત થશે. આ પ્રમાણે સમભિરૂઢ નય સમાન લિગ, વચનવાળા ઈન્દ્ર, શક્ર, યુરન્દર આદિ શબ્દની પણ ભિન્ન ભિન્ન અભિધેયવાળી માન્યતા છે. આમ જાણવું જોઈએ. એવંભૂત નય વ્યંજન અર્થ અને તદુભય એમને નિયત્યેન સ્થાપિત કરે છે. વ્યંજનનો અર્થ sને આ વ્યુત્પત્તિ મુજબ શબ્દ વડે જ અર્થ વ્યક્ત કરવામાં આવે છે. શબ્દ વડે જે પ્રતિપાદ્ય હોય છે, તે અર્થ કહેવાય
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૭૩