Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 287
________________ ઉત્તર-પૂર્વ પ્રકાન્ત સામાયિક અધ્યયન સર્વ પ્રથમ ઉપક્રમથી ઉપક્રાન્ત હોય છે. એના પછી નિક્ષેપથી યથાસંભવ તે નિશ્ચિત હોય છે. ત્યાર બાદ અનુગમથી તે અનુગમ્ય (જાણવા યોગ્ય) હોય છે. એના પછી નાના આધારે તેના વિષે વિચાર કરવામાં આવે છે. આ પ્રમાણે એમના વડે ઉપકાન્ત સામાયિક અધ્યયનનો વિચાર એજ એમનું પ્રયોજન છે, આમ જાણવું જોઈએ. શકાદ–આ નથી સામાયિક અધ્યયનની જે વિચારણા કરવામાં આવે છે, તે શું દરેકે દરેક સૂત્રની કરવામાં આવે છે? અથવા અધ્યયનની જે પ્રથમ પક્ષના આધારે તમે કહે કે દરેક સૂત્રની નયના આકારે વિચારણા કરવામાં આવે છે, તે આ વાત ઉચિત નથી. કેમ કે “ર નયા મોરિ 9 આ પાઠ વડે આ વાત પહેલાં જ ૨૫ષ્ટ કરવામાં આવી છે કે “કાલિક શ્રતમાં પ્રતિસૂત્રમાં નય વિચાર થતું નથી. જે દ્વિતીય પક્ષના આધારે તમે કહો કે “સમસ્ત સામાયિક અધ્યયનને નયના આધારે વિચાર કરવામાં આવે છે તે આ વાત પણ અયુક્ત જ છે, કેમ કે પહેલા ઉપદુઘાત નિત્યનુગમમાં “ના સમોસાળજુનg” અહીં સમસ્ત અધ્યયનવાળા નય વિચાર કહેવામાં આવેલ જ છે. તથા સૂત્રે ના સમુદાય રૂપ જ સમસ્ત અધ્યયન હોય છે. જ્યારે સમસ્ત અધ્યયન નયેના આધારે વિચારિત થઈ જાય છે. આ પ્રમાણે દ્વિતીય પક્ષ અયુક્ત સ્થિર થાય છે. ઉત્તરા-પ્રતિસૂત્રમાં નય વિચાર થતું નથી કેમ કે તે ત્યાં પ્રતિષિદ્ધ કહેવામાં આવેલ છે. અને એ વાત તે અમે પણ માનીએ જ છીએ. તથા “૩ રોવારં રવિવાર ગૂગા” કઈ કોઈ સ્થાને આ રીતે કહેવામાં આવ્યું છે કે “નય વિશારદે શ્રોતાઓને પિતાની સમક્ષ રાખીને નયનું કથન કરે' તે આ વાત પણ આપવાદિક કથન જ માનવામાં આવેલ છે. જે દ્વિતીય પક્ષને લઈને આમ કહેવામાં આવ્યું છે કે “પહેલાં ઉદ્દઘાત નિયુક્તિમાં સમસ્ત અધ્યયનના વિનયવાળે નય વિચાર તે કરવામાં આવેલ જ છે, પછી અહીં તેનો ઉપન્યાસ કર નિરર્થક જ છે. તે આ કથન પણ સિદ્ધાંત સંબંધી અજ્ઞાનને જ પ્રકટ કરે છે. કેમ કે ચતુર્થ જે અનુયોગદ્વાર છે તે જ નયવક્તવ્યતાનું મૂલસ્થાન છે. કેમ કે અહીં સિદ્ધ થયેલ નોને ત્યાં ઉપન્યાસ કરવામાં આવેલ છે. તથા આ સંબંધમાં જે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે સમસ્ત અધ્યયન નિ દ્વારા વિચારિત થઈ જાય છે ત્યારે દરેકે દરેક સૂત્ર પણ નય વિચારને વિષય થઈ જ જાય છે. તે આ રીતે કહેવું ઉચિત નથી. કેમ કે સમુદાય અને સમુદાયમાં કાર્ય આદિના ભેદથી કથંચિત લેહની સિદ્ધિ માનવામાં આવી છે. જેમ રથના એકે-એક અવયવમાં ' જે કામ થતું દેખાતું નથી તે કાર્ય તે અવયવોના સમુદાય રૂપ રથમાં ઉપલબ્ધ થાય છે. આ પ્રમાણે અવયવ અને અવયવીમાં કાર્યભેદ તથા સામર્થ્ય અસામરૂપ વિરૂદ્ધ ધર્મને અધ્યાસ આ બધું પ્રત્યક્ષ જ છે. જે આ રીતે તમને સમુદાયસમુદાયીમાં ભેદ અનભિમત હોય તો પછી સમસ્ત વિશ્વ अ० ११२ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૫

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295