Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 276
________________ છાથી અનંતગણ હોય છે. દેશવિરતિ સામાયિકથી જે પ્રપતિત થયેલા છે, તેઓ તેનાથી અસંખ્યાત ગણું છે, સમ્યક્ત્વ સામાયિકથી પ્રપતિત થયેલા છે, તે તેમનાથી અસંખ્યાત ગણા છે, શ્રત સામાયિકથી પ્રપતિત એવા ભાષા લબ્ધિ રહિત જે પૃથિવ્યાદિઠ જીવે છે, તે તેમનાથી અનંતગણ છે. તદુક્તમ gwલવિરા ઈત્યાદિ રૂપમાં જે ગાથાઓ કહેવામાં આવી છે તેમને આ પ્રમાણે જ પૂર્વોક્તરૂપમાં ભાવ છે. આ પ્રમાણે આ ૨૦ મું દ્વાર છે. ૨૦ હવે સૂત્રકાર ૨૧ મા દ્વા૨માં એ વાત સ્પષ્ટ કરે છે કે સામાયિકો વિરહળ કેટલે છે? કેમ કે આ પણ વક્તવ્ય હોય છે. જેમ સમ્યક અને. મિથ્યા આ વિશેષણથી વિહીન સામાન્ય શ્રત સામાયિકમાં જઘન્યથી અન્તસંહ જેટલો તફાવત હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ જેટલો તફાવત હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે કોઈ પણ હીન્દ્રિયાદિ જીવ સામાન્યથી અક્ષરાત્મક કૃતને પ્રાપ્ત કરીને મરણ પામ્ય અને પૃથિથાદિકમાં એક અંતમુહુર્તા સુધી રહો ત્યારબાદ ત્યાંથી એક મુહુર્તા પછી મરણ પામીને કરી દ્વાદ્રિય જીવ થયે, આ રીતે શ્રુતની પ્રાપ્તિમાં અન્તર્મુહૂર્તાને તફાવત જાણ જોઈએ. તથા કોઈ હીન્દ્રિય જીવ મરણ પામીને પૃથિવી અપૂ તેજ, વાય અને વનસ્પતિ આ પાંચ સ્થાવરમાં વારંવાર ઉત્પન્ન થતા ત્યાં અનાતકાળ સુધી રહ્યો પછી ત્યાંથી મરણ પામીને ફરીથી હીન્દ્રિય જીવ થઈ ગયા, આ રીતે શ્રુતની લબ્ધિમાં તે ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ પ્રમાણ જાણુવું જોઈએ. આ અનંતકાળ એટલે તફાવત અસંખ્યાત પુદગલ પરાવર્તારૂપ હાય. છે, આમ જાણવું જોઈએ, તથા જે જીવ સમ્યક કૃતને પ્રાપ્ત કરીને મરણ પામે છે. અને તે પૃથિવ્યાદિક પાંચ સ્થાવરમાં વારંવાર ઉપ્તન્ન થતે મનુષ્યાદિકમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં ફરી સમ્યક્ શ્રુતને પ્રાપ્ત કરે છે, આ રીતે સમ્યફ શ્રુતની પુનઃપ્રાપ્તિમાં અંતરકાળ ઉત્કૃષ્ટથી દેશાન અપાદ્ધ પુદગલ પરાવત રૂપ હોય છે. તથા સમ્યક્ત્વ. દેશવિરતિ, સર્વવિરતિ આ સામાયિકાને અંતર કાળ જઘન્યથી અન્તર્મુહર્તાને અને ઉત્કૃષ્ટથી દેશોન અપાદ્ધ પુદગલ પરાવત રૂપ હયા છે. સમ્યકત્વ સામાયિક, સમ્યક કૃતસામાયિક દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક .આ સામાયિકોને ઉત્કૃષ્ટથી આટલે માટે અંતરકાળ આશાતના બહુ જીવોને થાય છે. એમ જાણવું જોઈએ. તકતમ-કસ્ટમળd ૧ સુષ' આ બે ગાથાઓનો ભાવાર્થ અહીં પૂર્વોક્ત રૂપમાં છે. આ પ્રમાણે આ ૨૧ મું દ્વાર છે. હવે આ ૨૨ માં દ્વારમાં સૂત્રકાર કહી રહ્યા છે કે સામાયિકો નિરંતરકાળ કેટલું છે ? જેમ સમ્યફા સામાયિક અને શ્રત સામાયિક એઓ બને સામાયિકોના પ્રતિપત્તા અંગારી ગૃહસ્થજન નિરંતર ઉત્કૃષ્ટથી આવલિ કાના અસંખ્યાતમા ભાગ કાળ સુધી હોય છે, દેશવિરતિ, સર્વવિરતિ, એ બનને સામાયિકોના પ્રતિપરા ભવ્ય જીવ નિરંતર ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી હિય છે, જઘન્યથી તો સમસ્ત સામાયિકોના પ્રતિપત્તા બે સુમય સુધી નિરંતર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295