Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 268
________________ આવ્યું નથી. આઠે આઠ કર્મોની મધ્યમસ્થિતિમાં સ્થિત જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાનક હોય છે અને પૂર્વ પ્રતિપન્નક પણ હોય છે. ૧૩ - તથા -–વેદને આશ્રિત કરીને કયાં (ક્યાં વેદમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-વિવક્ષિતકાળમાં ત્રણ પ્રકારના વેદમાં ચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક જ હોય છે. અને જે એના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે. તેઓ તે અહીં રહે જ છે. ૧૪ તથા –સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને અપરિગ્રહ એ ચાર સંજ્ઞાઓને આશ્રિત કરીને કયાં (કઈ સંજ્ઞામાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ ચાર પ્રકારની સંજ્ઞાઓમાં ચતુવિધ પણ સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોય અને જે એમના પૂર્વ પ્રતિપન્નક હોય છે, તેઓ તે અહીં હોય જ છે. ૧૫ તથા કષાયને આશ્રિત કરીને કયાં (ક્યા કષાયમાં) કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ, જેમ કષાય સહિત જીવ ચારે ચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક હોય છે, અને પૂર્વ પ્રતિપનક પણ હોય છે. કષાય રહિત જે છાસ્થ વિતરાગ જીવ છે, તે દેશવિરતિરૂપ સામાયિકને છેડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપન્નાક હોય છે, પ્રતિપદ્યમાનક નહિ. ૧૨ - તથા -આયુને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ જેમ-સંખ્યાત વર્ષની આયુવાળા જીવે ચારેચાર સામાયિકના પૂર્વ પ્રતિપદ્યમાનક થઈ શકે છે, તથા એવો જીવ આ સામાયિકનો પૂર્વ પ્રતિપનક હોય જ છે, જે જીવનું આયુ અસંખ્યાત વર્ષ જેટલું હોય છે, એ જીવ સમ્યકત્વ સામાયિક, શ્રત સામાયિકને પ્રતિપદ્યમાન થઈ શકે છે તથા પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ૧છા : : તથા જ્ઞાનને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે - 9ણ કહેવું જોઈએ. જેમ સામાન્ય રૂપથી આશ્રિત કરીને નિશ્ચયનયના મત મુજબ જ્ઞાની જીવ ચારે ચાર સામાયિકોને પ્રતિપદ્યમાનક હોય છે. છે તથા તે પૂર્વ પ્રતિપન્નક તો હોય જ છે. વ્યવહારનયના મત મુજબ જે , જીવ અજ્ઞાની હોય છે, તેને જ સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક એ ખનનેની જ પ્રતિપત્તિ થાય છે, તેમ જ ચારેચારને પૂર્વ પ્રતિપન્નક તે જ્ઞાની હોય જ છે, જ્ઞાનના ભેદને આશ્રિત કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળો જીવ એકીસાથે સમ્યક્ત્વ સામાયિક અન શ્રત સામાયિકને પ્રાપ્ત કરનાર હોય છે. તેમ જ દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને તે ભજનાથી પ્રતિપદ્યમાન હોય છે. અને ચારેચાર સામાયિકને આ પૂર્વપ્રનિપન્નક હોય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૬

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295