Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 6
________________ અંશ, વાયગાળા * આ સંસારના સુખ ઉપરથી નજર ખસે અને ભગવાનના શાસન ઉપર નજર ઠરે ત્યારે ધર્મ કરવાની લાયકાત આવે. * આપણે મનુષ્ય થઈને જૈનકુળમાં જન્મ્યા છીએ તે સંસારમાં રહીને મોજશોખ કરવા માટે નથી જન્મ્યા; સાધુ થવા માટે જમ્યા છીએ, સાધુ ન થવાય ત્યાં સુધી શ્રાવકધર્મ પાળવા માટે જન્મ્યા છીએ. ધર્મ કરવાના બદલે સુખ ભોગવવા માટે આ મનુષ્યપણાનો ઉપયોગ કરવો એ તો મૂર્ખાઈભર્યો ધંધો છે. ‘આપણા સુખ ખાતર અને આપણું દુઃખ દૂર કરવા માટે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું આવી ભાવના જેની હોય તે જ જીવ ધર્મ કરવા માટે લાયક ગણાય. * આ સંસારમાં આપણને દુ:ખ પડે છે માટે સંસાર નથી . છોડવાનો. આ સંસારમાં રહીને બીજાને દુ:ખ આપ્યા વગર જીવી શકાતું નથી માટે સંસારનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે. આપણે બીજાના દુઃખનો વિચાર કરતા નથી, માટે સંસારમાં મજા આવે છે. જે બીજાના દુઃખનો વિચાર કરે તે સંસારમાં મજેથી જીવી ન શકે, એ તો સંસારથી ભાગી છૂટવાના પ્રયત્નમાં હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66