Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 15
________________ * લોકોના હૈયામાં પોતાનું માનસન્માન વધે તેવો પુરુષાર્થ કરવો-એ શાસનપ્રભાવના નથી, જાતપ્રભાવના છે. ભગવાનનું શાસન લોકોના હૈયે વસે તેવો પુરુષાર્થ કરવો તેનું નામ શાસનપ્રભાવના. * જે બીજાની સમાધિનો વિચાર કરે તેને સમાધિ મળે. જે બીજાને દુઃખી કરે તે પોતે સુખી ક્યાંથી થઈ શકે ? આપણને સમાધિ જોઈતી હોય તો બીજાને અસમાધિ ન થાય તે રીતે જીવતાં શીખી લેવું. * આપણે પુણ્યના આધારે નથી જીવવું, સમજણના આધારે જીવવું છે. પુણ્યથી મળેલ સુખો, અનુકૂળ સંયોગો ઓચિંતાના ક્યારે જતાં રહેશે એ કાંઈ કહી શકાય એવું નથી. એવા વખતે આપણી સમજ કામે લગાડીએ તો જ શાંતિ ને સમાધિથી જીવી શકાય એવું છે અને પુણ્યના ઉદય વખતે ય જો સમજણના આધારે જીવીએ તો અશાંતિ થવાનો વખત જ ન આવે. * સુખ જવાથી અને દુઃખ આવવાથી અસમાધિ થાય છે એવું નથી. સુખ જોઈએ છે ને દુઃખ જોઈતું નથી” આ પરિણામના કારણે અસમાધિ થાય છે. તેથી, સુખ જેટલું ઓછું પડે તેટલું પૂરું કરવા મથવું અને દુઃખ આવતાંની સાથે કાઢવા મંડી પડવું-એ સમાધિ મેળવવાનો ઉપાય નથી. સુખની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66