Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 61
________________ મારી ઓફિક્સમાં મોડા આવશો તો ચાલશે પણ વ્યાખ્યાનમાં મોડા આવો તો નહિ ચાલે ? જે દિવસે આવું કહેવાની તૈયારી આવશે તે દિવસે ધર્મ હવે સ્પર્યો છે એમ સમજવું. * જેઓ ધર્મનું વળતર માંગે તેને ધર્મ નડ્યા વગર નહિ રહે. ધર્મ કર્મની નિર્જરા માટે કરવાનો છે. સુખની લાલસા ઘટે તો સમજવું કે કર્મ લઘુ થયાં છે, કર્મની નિર્જરા થઈ છે. એના બદલે ધર્મ કરતી વખતે સુખનું અથાણું હોય, લોકો આપણને ધમ માને, લોકો આપણી ભક્તિ-વૈયાવચ્ચે વગેરેની કદર કરે એવી ઈચ્છા હોય તે ધર્મની પાસેથી વળતર માંગવા સ્વરૂપ છે. આપણે ધર્મનું ફળ જોઈએ છે, વળતર નથી જોઈતું. મોક્ષ એ ધર્મનું ફળ છે. એ ફળ મેળવવા માટે ધર્મ કરવો છે, સંસારનાં નાશવંત સુખો માટે આપણો કીમતી ધર્મ વેચવાની મૂર્ખાઈ નથી કરવી. * દાન આપતી વખતે કેટલું આપ્યું છે-એ નથી જવું, કેટલું બાકી રાખ્યું છે-એ જોવું છે. કેટલું આપ્યું એ ગણ્યા કરવું એ દાનધર્મ નથી. દાન ધનની મૂચ્છ ઉતારવા માટે છે. • આપણી પાસેની વસ્તુ ફેંકી દેવા જેવી થાય ત્યારે આપવું એ દાન નથી. “નાંખી દેવું છે માટે આપવું-એ દાન નથી, “છોડી દેવું છે માટે આપવું-એ દાન છે. * અનુકંપાદાન સામાના દુ:ખને દૂર કરવા આપવાનું છે, એવું નથી. અસલમાં તો સામાના દુઃખે આપણે દુ:ખી થઈએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 59 60 61 62 63 64 65 66