Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 62
________________ છીએ માટે આપણા દુ:ખને દૂર કરવા માટે આપવાનું છે. દાન બીજાના ઉપકાર માટે નથી, આપણા પરિણામની રક્ષા માટે, પરિણામ નિર્વસ ન થાય એ માટે દાન આપવાનું છે. * આપવું તેનું નામ દાન નહિ, છોડવું તેનું નામ દાન. છોડવાની બુદ્ધિથી આપવું તેનું નામ દાન. છોડવાની ભાવના હોય અને કોઈ સંયોગોમાં આપવાનું ન બને તોય દાનધર્મનું પાલન થઈ ગયું છે-એમ સમજવું. જ્યારે આપવા છતાં છોડવાની ભાવના ન હોય તો તે દાનધર્મ નથી. છરણ શ્રેષ્ઠીએ આપ્યું નહિ છતાં છોડવાની ભાવના હોવાથી ભાવથી કૃતપુણ્ય બન્યા. જ્યારે અભિનવશ્રેષ્ઠીએ આપ્યું છતાં છોડવાની ભાવના ન હોવાથી માત્ર દ્રવ્યથી જ પુણ્ય બાંધ્યું. * આપણા ઘરના લોકો આપણું કહ્યું ન માનતા હોય ત્યારે મારા ઘરમાં આ નહિ ચાલે’ એવો આગ્રહ રાખવાના બદલે મને આ ઘરમાં નહિ ફાવે' એમ કહીને ચાલી નીકળવું. બીજાને સુધારવા માટે ઘરમાં રહેવું એના કરતાં આપણી જાતને સુધારવા ઘરમાંથી નીકળી જવું શું ખોટું? લોકો આપણું કહ્યું નથી માનતા” એનું દુ:ખ ધરવાને બદલે "આપણે ભગવાનનું કહ્યું નથી માનતા” એનું દુઃખ ધરીએ તો આપણું ઠેકાણું પડી જાય. * આપણે આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો બીજાને ખોટું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 60 61 62 63 64 65 66