Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 13
________________ પોતે જ દુઃખરૂપ છે. આથી દુઃખ ન જોઈતું હોય તેણે સંસારને કાઢવા માટે મહેનત કરવી જોઈએ. સંસારમાં છીએ ત્યાં સુધી દુઃખ આવવાનું, આવવાનું ને આવવાનું જ. સમુદ્રમાં પડેલો ભીંજાય નહિ, એ બને ? ઉકરડામાં બેસેલાને દુર્ગધ ન આવે, એ બને ? દાવાનળમાં રહેલો દાઝે નહિ, એ બને ? નહિ ને ? તો સંસારમાં રહે તેને દુઃખ ન આવે, એ કેમ બને ? સંસારમાં રહીને દુઃખ ટાળવું, એ તો સમુદ્રમાંથી પાણી ઉલેચવાનો, ઉકરડામાંથી દુર્ગધ ટાળવાનો અને દાવાનળમાંથી અગ્નિ દૂર કરવા જેવો ધંધો છે. આજ સુધી દુઃખ ટાળવા માટે જેટલી મહેનત કરી એટલી મહેનત જો સંસાર કાઢવા માટે કરી હોત તો આપણે ક્યારના ય મોક્ષે પહોંચી ગયા હોત. * જે વસ્તુ આજે નહિ તો કાલે જવાના સ્વભાવવાળી છે અને એ ન જાય તોય જેને આપણે તો છોડીને જ જવાનું છે તેના માટે આપણું હિત ભૂલી જવું, આપણું કર્તવ્ય ચૂડી જવું, એ જેવી-તેવી મૂર્ખાઈ છે ? * જે પોતાની જાતને ઓળખે, પોતાના દોષોને દોષરૂપે માને તેને આ સંસારમાં રહેવાનું ફાવે નહિ. આજે આપણને સંસારમાં રહેવાનું ફાવે છે એનું કારણ એ છે કે આપણે આપણી ખામીઓને ખૂબી માની બેઠા છીએ. જો આપણી ખામીઓ ખામીરૂપે લાગે તો આપણા માથે સ્વામી(ગુરુ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66