Book Title: Ansh Vachnana
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 51
________________ ઉપકારી એવાં માબાપનું ય ન માને, તે પરોક્ષ ઉપકારી ગુરુભગવંત કે ભગવાનનું વચન કઈ રીતે માની શકે ? * આ સંસારમાં રહીને ગમે તેટલી મજૂરી કરીએ તોય સુખ મળશે કે નહિ-એની ખાતરી નથી, કેટલું મળશે એ ય નિશ્ચિત નથી, મળેલું ટકશે-એય નક્કી નથી, તો એવા સુખની આશા છોડીને સાધુ થવું એ સારું ? કે એની આશામાં ને આશામાં કાળી મજૂરી કરીને ભવ બગાડવોએ સારું ? આજે તમે સંસારમાં રહ્યા છો તે દુઃખના ભયે રહ્યા છો કે સુખની લાલસાએ? સાધુપણામાં દુઃખ ભોગવવું પડે છે માટે સાધુ નથી થતા કે થોડુંઘણું સુખ કે જે સંસારમાં મળવાની આશા છે તે ત્યાં મળે એવું નથી માટે નથી થતા ? દુઃખ તો સંસારમાં ય ક્યાં ઓછું છે ? છતાં ય સાધુપણામાં આવવાનું મન થતું નથી તે સુખની લાલચે જ ને ? બસ! એ સુખની આશા જો મૂકી દઈએ તો આજે ય સાધુપણામાં આવવાનું સરળ બને ને ? સુખ ભોગવવું એ આપણા હાથની વાત નથી પણ સુખ છોડવું એ તો આપણા હાથની વાત છે ને ? દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી પણ દુઃખ ભોગવી લેવું એ તો આપણા હાથની વાત છે ને ? તો શું કરવું છે ? * ભગવાનની વાણી એ અરીસો છે. અરીસામાં આપણું રૂપ જોઈએ કે બીજાનું ? તેમ ભગવાનની વાણી પણ આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66