Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 54
________________ કરો છો, તે શા માટે ? ઘર છોડ્યું માટે જ ને ? જે અઢારે પાપના આગરભૂત ઘરને છોડે તેને જ અણગાર કહેવાય ને ? ઘરમાં રહીને અઢારે પાપો મજેથી સેવાય ને ? તેથી જ ઘરને પાપનું આગર(ખાણ) કહ્યું છે. જે અઢાર પાપને સેવવા માટે તે સાધુ સાધુ ન રહે. તેથી જ ભગવાને કહ્યું છે કે જેમણે ઘર છોડ્યું તે છોડી જાણે, નવું ન વસાવે અને જેમણે ઘર છોડ્યું નથી તે છોડવા માટે મહેનત કરે તો તે સાધુનો ય વિસ્તાર થાય ને શ્રાવકનો ય વિસ્તાર થાય. સાધુભગવંતને રોજ વંદન કરો, શાતા પૂછો તે એટલા જ માટે ને કે તેમણે ઘર છોડ્યું છે કે તમારે છોડવું છે ? * માતાપિતાના અવર્ણવાદ(નિંદા) ન સાંભળવા-એ પણ તેમનો એક પ્રકારનો વિનય છે. જો માબાપ વગેરે વડીલજનોની નિંદા સાંભળવાની ય ન હોય તો કરવાની તો વાત જ ક્યાં રહી ? એક અપેક્ષાએ નિંદા કરનારા કરતાં નિંદા સાંભળનારા વધુ ભૂંડા છે. કારણ કે નિંદા સાંભળનારા જ નિંદા કરનારાને ઉત્તેજન આપે છે. જો કોઈ સાંભળનાર ન હોય તો નિંદા કરનારને ચૂપ થવું જ પડે ને ? માટે નિંદા કરવી ય નહિ ને સાંભળવી ય નહિ. પત્ની જો માબાપની ફરિયાદ કરે તો સાંભળો ને ? એ જ માબાપનો અવિનય. પત્ની પ્રત્યેનો અત્યંત રાગ માબાપ પ્રત્યેના બહુમાનને પણ ખતમ કરી નાખે છે. એ જ રીતે સંસારના સુખ પ્રત્યેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66