Book Title: Ansh Vachnana Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 53
________________ એટલું જ જોવું છે. માબાપનો સ્વભાવ ગમે તેવો હોય તોય તેમને સુધારવા માટે મહેનત નથી કરવી, માબાપની સાથે રહેવા માટે આપણો સ્વભાવ બદલીને જીવતા શીખી લેવું છે. * આજે મોટા ભાગના ધમવર્ગની મોટામાં મોટી ખામી એ છે કે તેમને બીજો બધો ધર્મ ફાવે છે, પણ ભણવાનું અને સાંભળવાનું નથી ફાવતું. તપ કરવાનું ફાવે, દર્શન-પૂજા કરવાનું ફાવે, સામાયિક-પ્રતિક્રમણ કરવાનું ફાવે પણ વ્યાખ્યાન સાંભળવાનું અને સ્વાધ્યાય કરવાનું-ગાથા ગોખવાનું નથી ફાવતું. કારણ કે વ્યાખ્યાન સાંભળવામાં સુખ છોડવું પડે છે અને સ્વાધ્યાય કરવામાં કષ્ટ વેઠવું પડે એવું છે તેમ જ વ્યાખ્યાનમાં દોષો સાંભળવા પડે છે અને એ ગમતું નથી. ભણવાના કારણે અજ્ઞાન ટળે છે ને બુદ્ધિ નિર્મળ બને છે; સાંભળવાના કારણે અયોગ્યતા ટળે છે અને હૈયું નિર્મળ બને છે. બુદ્ધિ અને હૈયું સુધાર્યા વગર બીજો ગમે તેટલો ધર્મ કરીએ-એ શું કામનો ? * જેને ઘરમાં રહેતાં આવડે તેને ઘર છોડતાં આવડે. ઘરમાં રહેતાં આવડવું એટલે ઘર વળગે નહિ-એ રીતે રહેવું. ઘર ખરાબ છે પણ ઘર છોડતાં ન આવડે ત્યાં સુધી ઘર વળગી ન જાય એ રીતે જીવતાં શીખી લેવું છે. ઘરથી અળગા રહેતાં આવડે તેને ઘર વળગે નહિ. સાધુસાધ્વીનું બહુમાન તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66